Apple કંપની iPhone 18 ના લોન્ચથી વ્યૂહરચના બદલશે, મોટી અપડેટ સામે આવી
Mark Gurman એ ન્યૂઝલેટરમાં જણાવ્યું હતું કે, 2026 માં આઇફોન 18 સિરીઝથી બે તબક્કામાં આઇફોન લોન્ચ થશે. નવી વ્યૂહરચના હેઠળ, આઇફોન 18 પ્રો, આઇફોન 18 પ્રો મેક્સ અને એપલનો પહેલો ફોલ્ડેબલ ફોન 2026 ના સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે. બાકીના આઇફોન 18 મોડેલો 2027 માં આવી શકે છે, જેમ કે સ્ટાન્ડર્ડ આઇફોન 18, આઇફોન 18E, અને કદાચ આઇફોન એર પણ.
Advertisement
- એપલ કંપની મોટો વ્યૂહાત્મક નિર્ણય લેવા જઇ રહી છે
- કંપની હવે એકસાથે ફોન લોન્ચ નહીં કરે
- આગામી 18 સિરીઝથી આ નવી રીત લાગુ થવાની શક્યતા
Apple iPhone Launch Event Strategy : Apple કંપનીની iPhone 18 સિરીઝના બધા ફોન એકસાથે લોન્ચ ના પણ થાય, Apple iPhone ના લોન્ચિંગ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. Mark Gurman ના અહેવાલ મુજબ, એપલના આઇફોન 18 પ્રો મોડેલ આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે, જ્યારે બેઝ આઇફોન 18 મોડેલ 2027 સુધી નહીં આવે. ટેક જાયન્ટ આગામી થોડા વર્ષોમાં સંપૂર્ણપણે નવી હેન્ડસેટ ડિઝાઇન રજૂ કરે તેવી આશા સેવાઇ રહી છે, જેમાં તેનો પહેલો ફોલ્ડેબલ ફોન અને સંપૂર્ણપણે નવા હાઇ-એન્ડ ફોનનો સમાવેશ થાય છે. નોંધપાત્ર રીતે, એપલ તેની લોન્ચ વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવા જઇ રહી છે, કંપની વાર્ષિક ઇવેન્ટને બદલે વર્ષમાં 2-3 અથવા 4-5 ફોન લોન્ચ કરશે. માર્ક ગુરમેને આ પાછળનું કારણ પણ સમજાવ્યું.

