Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google, Chrome નો વધુ ઉપયોગ કરો છો? તો આ સમાચાર તમારા માટે જ છે

Google, Chrome નો વધુ પડતો ઉપયોગ સંકટ લાવી શકે છે. આ ચેતવણી Apple એ આપી છે. આઈફોન (iPhone) કંપનીએ પોતાના યુઝર્સની ચિંતા વ્યક્ત કરતા એક ચેતવણી આપી છે. જેમાં કહેવાયું છે કે, ગૂગલ અને ક્રોમનો વધુ પડતો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે.
google  chrome નો વધુ ઉપયોગ કરો છો  તો આ સમાચાર તમારા માટે જ છે
Advertisement
  • Google અને Chrome સુરક્ષા માટે જોખમી છે?
  • Apple એ કેમ ચેતવણી આપી?
  • શું ગૂગલના ઉપયોગથી પ્રાઈવેસી (Privacy) નો ભંગ થાય છે?

Google, Chrome નો વધુ પડતો ઉપયોગ સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી સાબિત થઈ શકે છે. ના ના આ અમે નથી કહી રહ્યા. આ તો જાણીતી એપ્પલ (Apple) કંપનીનો દાવો છે. આઈફોન કોન કંપનીએ પોતાના ગ્રાહકો માટે એક ચિંતાભરી ચેતવણી જાહેર કરી છે. કંપનીએ કહ્યું છે કે, તેઓ ગૂગલ અને ક્રોમનો ઉપયોગ ના કરે. કારણ કે આ બંને બ્રાઉઝર પ્રાઈવેસીની સુરક્ષા માટે જોખમી છે. તમે હવે વિચારશો કે, એપ્પલ કંપનીએ એવું તો શું કહ્યું છે. આ જાણવા માટે વાંચો આ આર્ટિકલ (Article).

Google, Chrome જોખમી છે, Apple એ કેમ કહ્યું?

કંપનીએ પોતાના આઈફોન યુઝર્સને સ્પષ્ટ ચેતવ્યા છે કે, તેઓ ગૂગલ અને ક્રોમ બ્રાઉઝર (Browser) નો ઉપયોગ બંધ કરી દે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બંન લોકોની પ્રાઈવેસીની રક્ષા નથી કરતા. જો કે, તેમનું પોતાનું ‘સફારી’ નામનું બ્રાઉઝર સંપર્ણ રીતે સુરક્ષિત છે. આપને જણાવી દઈએ કે, સફારી એ Apple દ્વારા વિકસિત વેબ બ્રાઉઝર છે. તે Apple ની ઘણી ઓપરેટિંગ સિસ્ટમ્સમાં બનેલું છે. જેમાં macOS, iOS, iPadOS અને visionOS નો સમાવેશ થાય છે. અને તે Apple ના ઓપન-સોર્સ બ્રાઉઝર એન્જિન વેબકીટનો ઉપયોગ કરે છે. જે KHTML માંથી લેવામાં આવ્યું હતું. એપલે તેની ચેતવણીમાં ફિંગરપ્રિન્ટિંગ (Fingerprinting) નામની ગુપ્ત ટેકનોલોજી અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

Advertisement

Google-Chrome 01_GUJRAT_FIRST

Advertisement

શું છે Fingerprinting ?

ફોર્બ્સના એક રિપોર્ટમાંથી મળતી માહિતી મુજબ, ફિંગરપ્રિન્ટિંગ એ ટ્રેકિંગ (Tracking) નો જ એક ભાગ છે. જેના થકી મોબાઈલની નાની-નાની બાબતો, જેમકે સ્ક્રિન સાઈઝ (Screen size), ફોન્ટ (font), બેટરી લેવલ (battery Level) જેવા મુદ્દાઓ એકઠા કરે છે. અને આ બધી બાબતો ભેગી કરીને યુઝર્સની ઈમેજ ક્રિએટ કરવામાં આવે છે. આ ફિંગરપ્રિન્ટિંગને સંપૂર્ણ બંધ નથી કરી શકાતું. ગૂગલે આ વર્ષે જ આ ટેક્નિક પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે.

આ પણ વાંચો- Rajkot : અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં 5 લોકો ફસાયા! ઓપરેટર રાઇડ બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને પછી...

Apple નું બ્રાઉઝર સફારી કેવી રીતે કામ કરે છે?

કંપનીએ આ અંગે માહિતી આપે છે કે, સફારી યુઝર્સના મોબાઈલમાંથી સાચી માહિતીને છૂપાવી દે છે. અને એક સાધારણ રૂપ આપે છે. જેનાથી મોટાભાગના તમામ મોબાઈલ એક સમાન જેવા દેખાય છે. અને આ કારણથી જ ટ્રેકર જે-તે વ્યક્તિને શોધી નથી શકતો. કંપની એવું પણ જણાવે છે કે, સફારીમાં AI ની મદદથી પણ ટ્રેકિંગને અટકાવી શકાય છે. જેનાથી પ્રાઈવેસીનો ભંગ થતો નથી. પ્રાઈવેટ બ્રાઉઝિંગ સંપૂર્ણ રીતે ગુપ્ત રહે છે. અને કોઈ પણ યુઝર્સનું લોકેશન (Location) ગુપ્ત રીતે ટ્રેસ નથી કરી શકતું. કંપનીએ પોતાના બ્રાઉઝર સફારીની પ્રશંસા કરીને ક્રોમને આ તમામ બાબતોમાં ફેલ (Fail) બતાવ્યું છે.

Google-Chrome 02_GUJRAT_FIRST

Google એપ્લિકેશનથી પણ સાવધાની જરૂરીઃ કંપની

એપ્પલ યુઝર્સ ભલે સફારી બ્રાઉઝરનો ઉપયોગ કરે. પરંતુ મોટાભાગના લોકો ડિફોલ્ટ (Default) ગૂગલ જ સર્ચ કરે છે. દરેક વખતે પેઝ પર ગૂગલની કી જોવા મળે છે. અને ગૂગલ સર્ચ માટે ટેવાયેલા લોકો ત્યાં જ ક્લિક કરતા હોય છે. એપ્પલે ચેતવણી આપી છે કે, ગુગલ એપ ક્રોમથી પણ વધારે ડેટા એકઠા કરે છે.

Chrome થી વધારે Google નો ઉપયોગ

એક આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં 3 અરબથી પણ વધુ લોકો ક્રોમનો ઉપયોગ માટે ટેવાયેલા છે. વારંવાર ચેતવણી અપાતી હોવા છતા લોકો ક્રોમનો ઉપયોગ ટાળી નથી શકતા. તો બીજી બાજુ એપ્પલ કંપનીએ પોતાના બ્રાઉઝર સફારીનું પ્રમોશન શરૂ કરી દીધું છે. તેણે સફારીને સુરક્ષિત બતાવીને લોકોને ભલામણ કરી છે કે, ગુગલ અને ક્રોમના બદલે વધુમાં વધુ સફારીનો ઉપયોગ કરે.

આ પણ વાંચો- રશિયન કંપનીએ બનાવ્યો 'Bio Drone', કબૂતરમાં માનવ સંચાલિત ચિપ લગાવી

Tags :
Advertisement

.

×