Vadodara NEWS : હરણી લેક બોટ દુર્ઘટનામાં હાઇકોર્ટને મદદ કરવા કોર્ટ મિત્રોની નિમણૂંક
High Court, : વડોદરા (Vadodara )માં હરણી તળાવ ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં ગુજરા હાઇકોર્ટે પણ સુઓમોટો લીધી છે અને આ સુઓમોટો અરજી પર આવતીકાલે સુનાવણી થશે. દરમિયાન આ કેસમાં કોર્ટને મદદ કરવા માટે કોર્ટ મિત્રોની નિમણૂંક કરવામાં આવી છે.
ગોઝારી ગોઝારી હરણી લેક બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યા હતા
વડોદરાની ગોઝારી હરણી લેક બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહ બનાવ પછીથી ફરાર થયા હતા. જો કે, પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી બન્ને આરોપીઓને 8 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થયા તેવી શક્યતાઓ છે.
આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ
જણાવી દઈએ કે, મુખ્ય આરોપી પરેશ શાહ કોટિયા પ્રોજેકટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. પૂછપરછમાં બંને આરોપીના આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ થઈ શકે છે. સાથે તેમના કોલ ડિટેલ્સની તપાસ પણ કરવામાં આવશે. આરોપીની કયા નેતા અને અધિકારી સાથે સંડોવણી હતી ? તેના પરથી પડદો ઊઠી શકે છે.
કોર્ટ મિત્રોની નિમણૂંક
બીજીતરફ આ ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી અને આ સુઓમોટો અરજી પર આવતીકાલે સુનાવણી થશે. કોર્ટમાં આ કેસને મદદ કરવા માટે કોર્ટ મિત્રોની નિમણૂંક કરાઇ છે. એડવોકેટ તૃષા પટેલ અને એડવોકેટ હેમાંગ શાહની કોર્ટ મિત્ર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કોર્ટે પગલાં લીધા
ઉલ્લેખનિય છે કે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની રજૂઆત બાદ કોર્ટે કેસનું સંજ્ઞાન લીધું છે. સમગ્ર ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની રજૂઆત બાદ કોર્ટે પગલાં લીધા છે. ઘટનામાં બોટની જર્જરીત સ્થિતિ, લાઇફ જેકેટની અનુપલબ્ધિ વિશે પણ કોર્ટ મિત્રો તરફથી રજૂઆત થશે.
આ પણ વાંચો-----હરણી કાંડના મુખ્ય આરોપી પરેશ શાહનો પુત્ર તો નીકળ્યો જુગારી, પોલીસે ઝડપ્યો હતો રંગે હાથ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


