ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AR Rahmanની પત્નીએ લીધા તલાક, 30 વર્ષ બાદ થયા અલગ

AR Rahmanની પત્નીએ લીધા તલાક 30 વર્ષ બાદ પત્ની સાયરા બાનો અલગ થશે આ સમાચારથી ચાહકોને ભારે આઘાત લાગ્યો AR Rahman Divorce News: ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાન છૂટાછેડા (AR Rahman Divorce)લેવા જઈ રહ્યા છે. તેની પત્નીએ...
11:10 PM Nov 19, 2024 IST | Hiren Dave
AR Rahmanની પત્નીએ લીધા તલાક 30 વર્ષ બાદ પત્ની સાયરા બાનો અલગ થશે આ સમાચારથી ચાહકોને ભારે આઘાત લાગ્યો AR Rahman Divorce News: ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાન છૂટાછેડા (AR Rahman Divorce)લેવા જઈ રહ્યા છે. તેની પત્નીએ...
AR Rahman's Divorce

AR Rahman Divorce News: ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક એઆર રહેમાન છૂટાછેડા (AR Rahman Divorce)લેવા જઈ રહ્યા છે. તેની પત્નીએ લગ્નના 30 વર્ષ બાદ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમના વકીલે સત્તાવાર નિવેદન જારી કરીને આ વાતની જાહેરાત કરી છે. આ સમાચારથી ચાહકોને ભારે આઘાત લાગ્યો છે.

સાયરા બાનુની અખબારી યાદી

એઆર રહેમાન અને તેમની પત્ની સાયરાના વકીલે જાહેર નિવેદન જારી કરીને કહ્યું કે, 'લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ ( Saira broke)તેમના પતિ શ્રી એઆર રહેમાન(AR Rahman )થી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણી ખેંચતાણ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. બંને વચ્ચે ઊંડો પ્રેમ હોવા છતાં, મુશ્કેલીઓ અને તનાવએ એવી તિરાડ ઊભી કરી છે કે જે આ સમયે બંને પક્ષો સાજા કરી શક્યા નથી. શ્રીમતી સાયરાએ સ્પષ્ટ કર્યું કે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેણી આ મુશ્કેલ સમયમાં ગોપનીયતા અને સમજણ માટે લોકોને અપીલ કરે છે, કારણ કે તેણી તેના જીવનના આ પડકારરૂપ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

આ પણ  વાંચો -50 Sexiest Asian Men ની યાદીમાં Vivian Dsena ટોપ પર

બંનેએ 1995માં લગ્ન કર્યા હતા

એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા અને આ દંપતીને ત્રણ બાળકો છે - ખતિજા, રહીમા અને અમીન. રહેમાને એકવાર કહ્યું હતું કે તેના લગ્ન તેની માતાએ નક્કી કર્યા હતા. બંને વચ્ચે કેટલાક મતભેદ હતા, પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે નિભાવી રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે, 'સાચું કહું તો મારી પાસે પત્ની શોધવાનો સમય નહોતો, પરંતુ મને સમજાયું કે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. જ્યારે હું 29 વર્ષનો હતો, ત્યારે મેં મારી માતાને મારા માટે કન્યા શોધવાનું કહ્યું.

આ પણ  વાંચો -ફેમસ સિંગર Shekhar Ravjiani એ ગુમાવ્યો અવાજ, પોતાના અવાજથી થવા લાગી નફરત

રહેમાને 1989માં ઈસ્લામ ધર્મ અપનાવ્યો  હતો

ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર' માટે ઓસ્કાર જીતનાર એઆર રહેમાનને ભારતના મહાન સંગીતકાર માનવામાં આવે છે. તે ‘મા તુઝે સલામ’, ‘ઓ હમદમ સુનીયો રે’ અને ‘તેરે બિના’ જેવા હિટ ગીતો માટે પ્રખ્યાત છે. રહેમાને 1989માં ઈસ્લામ ધર્મ અપનાવ્યો  હતો અને તેનું નામ દિલીપ કુમારથી બદલીને અલ્લાહ રખા રહેમાન રાખ્યું. તેની પત્ની સાયરા બાનુ એક્ટર રશિન રહેમાનની સગા છે.

Tags :
AR RahmanAR Rahman DivorceAR Rahman's DivorceAr Rahman's wife Saira broke the relationship after 29 years of marriage
Next Article