Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli : રામપુરી ગામે મોડી રાતે ઘરમાં સૂતી હતી મહિલા, અચાનક આવ્યો અજાણ્યો શખ્સ અને...!

અરવલ્લીનાં રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ મોડી રાત્રે થયેલી ફાયરિંગમાં મહિલાનું મોત થયું ગામનાં જ અજાણ્યાં ઈસમ દ્વારા ફાયરિંગ કર્યાનો પરિવારનો આક્ષેપ ભિલોડા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ આદરી અરવલ્લીનાં (Aravalli) ભિલોડા તાલુકાનાં રામપુરી ગામે...
aravalli   રામપુરી ગામે મોડી રાતે ઘરમાં સૂતી હતી મહિલા  અચાનક આવ્યો અજાણ્યો શખ્સ અને
Advertisement
  1. અરવલ્લીનાં રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ
  2. મોડી રાત્રે થયેલી ફાયરિંગમાં મહિલાનું મોત થયું
  3. ગામનાં જ અજાણ્યાં ઈસમ દ્વારા ફાયરિંગ કર્યાનો પરિવારનો આક્ષેપ
  4. ભિલોડા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ આદરી

અરવલ્લીનાં (Aravalli) ભિલોડા તાલુકાનાં રામપુરી ગામે એક હચમચાવે એવી ઘટના બની છે. ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે. પરિવારનાં આરોપ મુજબ, જૂનાં ઝઘડાની અદાવતમાં ગામનાં જ શખ્સ દ્વારા મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે ભિલોડા પોલીસે (Bhiloda Police) કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad : તંત્ર અને કોન્ટ્રાક્ટરનાં પાપે 3 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો! પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ

Advertisement

Advertisement

મોડી રાતે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ

પોલીસ તપાસ મુજબ, અરવલ્લી જિલ્લાનાં (Aravalli) ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી (Rampuri) ગામમાં 45 વર્ષીય તાબિયાર ઉર્મિલાબેન દિલીપભાઈ પરિવાર સાથે રહેતા હતા. ગત મોડી રાતે જ્યારે તેઓ ઘરમાં સૂતા હતાં ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને ઇસમ ફરાર થયો હતો. આ ઘટનામાં ઉર્મિલાબેનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ASP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો - GST સંબંધિત છેતરપિંડીની તપાસ માટે રાજ્યભરના 14 સ્થળોએ Crime Branch ના દરોડા

અગાઉનાં ઝગડાની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ

પોલીસે મહિલાનાં મૃતદેહને પીએમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ (Bhiloda Civil Hospital) ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, પરિવારનો આક્ષેપ છે કે ઉર્મિલાબેન પર આ ફાયરિંગ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ગામનાં જ શખ્સ દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, હાલ આ મામલે અજાણ્યા ઇસમ સામે હત્યા સહિતનો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Navsari: લવ જેહાદ પ્રકરણમાં વિધર્મી યુવાનનું પોલીસે કાઢ્યું સરઘસ, ધમકી આપીને આચર્યું હતું દુષ્કર્મ

Tags :
Advertisement

.

×