Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Aravalli: વિવિધ રાજ્યોમાં ફેરવી યુવતી સાથે દુષ્કર્મ! પંચાયતનો ટેકનિકલ આસિસ્ટન્ટ જેલભેગો

અરવલ્લીના મેઘરજમાં ભિલોડા તાલુકા પંચાયતના ટેકનિકલ આસિસ્ટન્ટ મહેશ ઓડે લગ્નની લાલચ આપી યુવતીનું 27 દિવસ સુધી વિવિધ રાજ્યોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. લગ્નની માંગણી કરતાં યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને મેઘરજ કોર્ટમાં રજૂ કર્યા બાદ મોડાસા જેલ હવાલે કર્યો છે.
aravalli  વિવિધ રાજ્યોમાં ફેરવી યુવતી સાથે દુષ્કર્મ  પંચાયતનો ટેકનિકલ આસિસ્ટન્ટ જેલભેગો
Advertisement
  • Aravalli માં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કર્યાનો આરોપ
  • લગ્નનો વિશ્વાસ અપાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ
  • 27 દિવસ સુધી રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડમાં લઈ ગયાનો આક્ષેપ

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ (Meghraj) પંથકમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીને લગ્નની ખોટી લાલચ આપી તેનું શારીરિક શોષણ (Physical Exploitation) કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ તેને લગ્નનો વિશ્વાસ અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો (Physical Relations) બાંધી તેને પત્ની તરીકે રાખવાનું વચન આપ્યું હતું, પરંતુ અંતે આ વચન પોકળ સાબિત થયું છે.

Aravalli: 27 દિવસ સુધી વિવિધ રાજ્યોમાં ફેરવી આચર્યું દુષ્કર્મ

આ કેસની વિગતો મુજબ આરોપી મહેશ ઓડ 25 વર્ષીય યુવતીને પત્ની બનાવીને રાખવાના બહાને સતત 27 દિવસ સુધી ઘરથી દૂર લઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન આરોપી તેને રાજસ્થાન (Rajasthan), જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir), અને ઉત્તરાખંડ (Uttarakhand) જેવા વિવિધ પ્રદેશોમાં લઈ ગયો હતો. અલગ-અલગ સ્થળોએ રોકાણ દરમિયાન યુવતી પર બળજબરીપૂર્વક શારીરિક શોષણ કરવામાં આવ્યું હતુ. યુવતી જ્યારે પણ લગ્ન માટે દબાણ કરતી ત્યારે આરોપી તેને વાતોમાં ભોળવી દેતો હતો.

Advertisement

આરોપી 4 સંતાન પિતા

આ ગુનામાં સંડોવાયેલ હિંમતનગરના રાયગઢમાં રહેતો આરોપી મહેશ ઓડ (Mahesh Od) છે, જે ભિલોડા (Bhiloda) તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (Technical Assistant) તરીકે ફરજ બજાવે છે. એક સરકારી કર્મચારી હોવા છતાં તેણે કાયદાનો ભય રાખ્યા વિના આ કૃત્ય આચર્યું હતું. જ્યારે યુવતીએ મક્કમતાથી લગ્નની વાત કરી, ત્યારે મહેશ ઓડે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેણે સ્વીકાર્યું હતુ કે તે 4 સંતાનનો પિતા છે. એટલું જ નહીં, તેણે યુવતીને મોઢું બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી (Death Threat) પણ આપી હતી, જેથી યુવતી ભયભીત થઈ ગઈ હતી.

Advertisement

કોર્ટ કાર્યવાહી અને જેલ હવાલે

યુવતીએ હિંમત ભેગી કરી મેઘરજ પોલીસ સ્ટેશનમાં (Meghraj Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી મહેશ ઓડની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને મેઘરજ કોર્ટ (Meghraj Court) માં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ મોડાસા જેલ (Modasa Jail) માં મોકલી આપવાનો હુકમ કર્યો છે. હાલમાં અરવલ્લી પોલીસ (Aravalli Police) આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી કાયદેસરની તપાસ (Investigation) ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ Mahisagar: 'મારું લગ્ન કરાવી દો', પુત્રએ હઠ પકડતાં પિતાએ લાકડી મારી, આવેશમાં દીકરો ગુમાવ્યો

આ પણ વાંચોઃ Mehsana: માત્ર 5 જ મિનિટમાં સિસ્ટમ હેક કરી કારની ચોરી! મારુતિ સુઝુકીના પૂર્વ કર્મચારી સહિત 2 શખ્સો પકડાયા

Tags :
Advertisement

.

×