ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Aravalli : મોડાસા-દોલપુર હાઇવે પર ફરી લોહીથી રંગાયો, એક આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત

Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દોલપુર ગામ પાસે રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માલપુર તાલુકાના પહાડિયા ગામના એક યુવકનું મોત થયું છે. તેઓ પોતાના બાઇક પર મોડાસા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે આવતી કારે તેમને અડફેટે લીધા હતા. ટક્કરની અસર એટલી ભયાનક હતી કે યુવક દૂર ફંગોળાયો અને તેમનું મોત થયું છે.
08:25 PM Nov 23, 2025 IST | Mujahid Tunvar
Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દોલપુર ગામ પાસે રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માલપુર તાલુકાના પહાડિયા ગામના એક યુવકનું મોત થયું છે. તેઓ પોતાના બાઇક પર મોડાસા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે આવતી કારે તેમને અડફેટે લીધા હતા. ટક્કરની અસર એટલી ભયાનક હતી કે યુવક દૂર ફંગોળાયો અને તેમનું મોત થયું છે.

Aravalli : અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દોલપુર ગામ પાસે રવિવારે સવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

માલપુર તાલુકાના પહાડિયા ગામના એક યુવકનું મોત થયું છે. તેઓ પોતાના બાઇક પર મોડાસા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે આવતી કારે તેમને અડફેટે લીધા હતા. ટક્કરની અસર એટલી ભયાનક હતી કે યુવક દૂર ફંગોળાયો અને તેમનું મોત થયું છે.

ટક્કર માર્યા બાદ કાર ચાલકે વાહનને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર રોડની બાજુમાં આવેલી ઝાડીઓમાં ઘૂસી ગઈ અને ફસાઈ ગઈ હતી. આ જોઈને કાર ચાલક કાર મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ચાલક પોતાનો જીવ બચાવવા માટે ઝડપથી ભાગી ગયો હતો. મોડાસા પોલીસે ગુનો નોંધી કારને કબ્જે લઈ ચાલકની શોધખોળ શરૂ કરી છે.

દોલપુર ગામના આ હાઇવે પર છેલ્લા કેટલાક મહિનાઓમાં પુરઝડપે જતાં વાહનોના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. ગ્રામજનો લાંબા સમયથી અહીં સ્પીડ બ્રેકર બનાવવા તેમજ સી.સી.ટી.વી. કેમેરા લગાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ અકસ્માતના કારણે હાઈવે પર ખુબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક થયો હતો.

પોલીસે મૃતદેહને નજીકની હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ અકસ્માત સર્જાયા પછી હાઇવે ઉપર લાગેલા જામને પણ પોલીસે થોડા કલાકો જહેમત કરીને ખુલ્લો કરાવ્યો હતો.

આ ઘટનાએ ફરી એક વખત રસ્તા પરની સુરક્ષા અને સ્પીડના નિયંત્રણનો મુદ્દો ઉજાગર કર્યો છે. જો સમયસર અને યોગ્ય જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો આવા અકસ્માતોને અટકાવી શકાય તેમ છે.

આ પણ વાંચો- Rajkumar Jat Case માં મોટા સમાચાર, SP પ્રેમસુખ ડેલુએ ગણેશ ગોંડલ સહિત 13 આરોપીની કરી આકરી પૂછપરછ

Tags :
AravalliAravalli accidentDholpurGujarat Accidentmodasaroad accidentROAD SAFETY
Next Article