ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું કોહલી અને રોહિત થોડા દિવસોના જ મહેમાન? કારકિર્દીનો The End?

BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી છે. ટીમમાં ખેલાડીઓની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે. બોર્ડે સંતુલિત ટીમ બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. આ દરમિયાન...
08:54 PM Jul 03, 2023 IST | Hiren Dave
BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી છે. ટીમમાં ખેલાડીઓની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે. બોર્ડે સંતુલિત ટીમ બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. આ દરમિયાન...

BCCIએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી છે. ટીમમાં ખેલાડીઓની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવી છે. બોર્ડે સંતુલિત ટીમ બનાવવાના તમામ પ્રયાસો કર્યા છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે, વર્લ્ડકપ 2023 બાદ મુખ્ય પસંદગીકાર T20માં રોહિત અને વિરાટના 'ફ્યુચર' પર ચર્ચા કરશે.

 

ભારતીય ક્રિકેટ ટીમમાં પરિવર્તનની પ્રક્રિયા 2023ના વર્લ્ડકપ બાદ શરૂ થશે. ખરેખર, ચીફ સિલેક્ટ થતાં જ આ દિશામાં કામ શરૂ થઈ જશે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય રવિચંદ્રન અશ્વિન સહિત ઘણા સિનિયર ખેલાડીઓ સાથે 'ભવિષ્ય' અંગે ચર્ચા કરવામાં આવશે.

અજીત અગરકર મુખ્ય પસંદગીકારના પદ માટે સૌથી આગળ છે

હાલમાં, અજીત અગરકર મુખ્ય પસંદગીકારના પદ માટે સૌથી આગળ છે. તેમણે દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચની નોકરી છોડ્યા બાદ આ પદ માટે અરજી કરી છે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓના સંક્રમણ વિશે ઘણી ચર્ચા થઈ છે. વિરાટ કોહલી 34 વર્ષનો છે, જ્યારે રોહિત શર્મા 36 વર્ષનો છે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહી 

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ત્રણ ફોર્મેટ અને IPL રમવું સરળ કામ નહીં હોય. મુખ્ય પસંદગીકારનું એક કામ ખેલાડીઓ સાથે તેમની ભાવિ યોજનાઓ વિશે વાત કરવાનું છે. રોહિત અને વિરાટ પણ આનાથી અછૂતો નથી. હા, અમે તેઓ ઇચ્છે ત્યાં સુધી ચાલુ રાખવા માંગીએ છીએ, પરંતુ તમામ દિગ્ગજ ખેલાડીઓ પાસે તેમની યોજનાઓ વિશે વિચારવાનો સમય હોય છે.

આપણ  વાંચો -ભારતનો પડોશી દેશ ICC WORLD CUP 2023 માટે QUALIFIED

 

Tags :
Chief CelectorIndiarohit sharmaTeam IndiaVirat Kohliworld cup 2023
Next Article