ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું ખરેખર બેંગ્લોરના એક નાનકડા ઘરમાં 80 વોટર રહે છે? જાણો રાહુલ ગાંધીનો દાવો કેટલો સાચો?

બેંગ્લોર: રાહુલ ગાંધીનો દાવો સાચો હતો પરંતુ તે ઘરમાં સમાયાંતરે રહેવા આવેલા લોકોના નામ ચૂંટણી પંચ દ્વારા નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે
05:13 PM Aug 08, 2025 IST | Mujahid Tunvar
બેંગ્લોર: રાહુલ ગાંધીનો દાવો સાચો હતો પરંતુ તે ઘરમાં સમાયાંતરે રહેવા આવેલા લોકોના નામ ચૂંટણી પંચ દ્વારા નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભાજપ અને ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’નો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન તેમણે બેંગલોર સેન્ટ્રલ મતવિસ્તારમાં મતોમાં ગોટાળાનો આરોપ મૂક્યો હતો. એક પ્રતિષ્ઠિત મીડિયા (ઇન્ડિયા ટુડે) બેંગલુરુ સેન્ટ્રલ નિર્વાચન ક્ષેત્રમાં મતોની હેરાફેરીના દાવાઓની જમીની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન શહેરના આઇટી કોરિડોર, આઉટર રિંગ રોડ નજીક, મહાદેવપુરાના બૂથ નંબર 470 પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

એક ઘર 80 મતદાતા: રાહુલ ગાંધી

મુનિ રેડ્ડી ગાર્ડન સ્થિત મકાન નંબર 35 વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેના વિશે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે લગભગ 80 મતદાતાઓએ નકલી રીતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આશરે 10-15 ચોરસ ફૂટના આ ઘરમાં હાલમાં પશ્ચિમ બંગાળથી આવેલા ફૂડ ડિલિવરી કર્મચારી દીપાંકર રહે છે, જે એક મહિના પહેલા જ અહીં આવ્યા છે. તેમણે જણાવ્યું કે બેંગલુરુમાં તેમનું કોઈ મતદાતા રજિસ્ટ્રેશન નથી અને તેઓ આ સરનામા સાથે જોડાયેલી મતદાતા યાદીમાં રહેલા નામોને ઓળખતા નથી.

આ પણ વાંચો- Monsoon Session : વડોદરાના સાંસદે ભારતની વિદેશ નીતિમાં યુવાનોના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું

રાહુલ ગાંધીના ઈલેક્શન કમિશ્ન ઉપર ગંભીર આરોપો

આ પણ વાંચો- Gujarat High Court : 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ 15000 ખેડૂતોને હાશકારો!

‘હું ફક્ત ભાજપનો મતદાતા...’

દીપાંકરે જણાવ્યું કે આ ઘર જયરામ રેડ્ડીનું છે, જેમના વિશે તેમણે કહ્યું કે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે. સંપર્ક કરતાં રેડ્ડીએ પહેલા ભાજપ સાથેના જોડાણની વાત સ્વીકારી પરંતુ બાદમાં તેમણે કહ્યું કે હું ફક્ત ભાજપનો મતદાતા છું, પાર્ટી કાર્યકર નથી. તેમણે આ વાત સ્વીકારી કે ઘણા ભાડૂતો વર્ષોથી ત્યાં રહેતા હતા અને તેમણે પોતાનું નામ મતદાતા તરીકે નોંધાવ્યું હતું, પરંતુ હવે તેમાંથી મોટાભાગના લોકો ત્યાંથી જતા રહ્યા છે. છતાં તેમણે કહ્યું કે કેટલાક લોકો ચૂંટણી દરમિયાન મત આપવા માટે પાછા આવે છે.

આ પણ વાંચો- BIG NEWS : કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ બિલ પાછું ખેંચ્યું,11 ઓગસ્ટે આવશે નવું બિલ

જયરામ રેડ્ડીએ સ્વીકાર્યું કે તેમણે ચૂંટણી અધિકારીઓને આ વિસંગતિઓ વિશે જાણ કરી નહોતી, પરંતુ હવે તેમણે આવું કરવાનું વચન આપ્યું છે. ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેમણે પુષ્ટિ કરી કે મતદાતા યાદીમાં આ સરનામે 80 લોકોના નામ નોંધાયેલા છે, જ્યારે ઘરમાં તેમને રહેવાની વ્યવસ્થા નહોતી. તેમણે દાવો કર્યો કે ઘણા લોકો ઓડિશા, બિહાર અને માંડ્યા સહિત અન્ય રાજ્યો કે જિલ્લાઓમાં જતા રહ્યા છે, પરંતુ તેમણે માન્યું કે ‘તેમાંથી કેટલાક’ હજુ પણ ચૂંટણી સમયે મત આપવા માટે પાછા આવે છે.

રાહુલ ગાંધીનો ઈલેક્શન કમિશ્નર ઉપર ગંભીર આરોપ

ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મતદાતા યાદીઓમાં નકલી લોકોના નામ ઉમેરવામાં આવી રહ્યા છે અને તેમણે કર્ણાટકની મતદાતા યાદી બતાવીને પોતાની વાતને સાબિત કરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રના 6.5 લાખ મતોમાંથી 1 લાખથી વધુ મતોની ‘વોટ ચોરી’ થઈ છે. કર્ણાટક રાજ્ય ચૂંટણી પંચે રાહુલ ગાંધીને તેમના આરોપો માટે હસ્તાક્ષરિત હલફનામું દાખલ કરવા જણાવ્યું અને સવાલ કર્યો કે કોંગ્રેસે આ મુદ્દે ફરિયાદ શા માટે નોંધાવી નથી.

રાહુલ ગાંધીએ કહ્યું- અમે કોઈને છોડીશું નહીં

ઉલ્લેખનિય છે કે, પાછલા કેટલાક સમયથી રાહુલ ગાંધી ચૂંટણી પંચ સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. અગાઉ પણ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ધમકી આપતા કહ્યું હતુ કે, કોઈ પણ બચી શકશે નહીં. આજે નહીં તો કાલે પણ તમને પકડવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે રિટાયર્ડ થઈ ગયા હશો તો પણ તમને પકડવામાં આવશે. હાલમાં રાહુલ ગાંધી ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપો મૂકીને કહ્યું છે કે, ચૂંટણી પંચે સત્તાધારી પાર્ટીને સત્તામાં આવવા માટે મદદ કરી છે. ચૂંટણીમાં થયેલી ગોલમાલ અંગે તેમને એક વીડિયો બનાવીને તેના પૂરાવા પણ રજૂ કર્યા છે.

હવે આગામી દિવસમાં રાહુલ ગાંધી ચૂંટણી પંચ સામે શું એક્શન લે છે, તેના ઉપર બધાની નજર છે.

આ પણ વાંચો- શું ભારત 50 ટકા ટેરિફ સહન કરશે કે આપશે ઇટનો જવાબ પથ્થરથી? જાણો આંકડા શું કહે છે

Tags :
Bengaluru CentralBJPElection CommissionFake Votersrahul-gandhiVote Fraudvote theftVoter List Irregularitiesબેંગ્લોર
Next Article