ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટ લોક મેળાને લઈને સૌથી મોટો સમાચાર; પોલીસે કરી પ્રેસ કોન્ફ્રન્સ

રાજકોટ લોકમેળાને લઈને પોલીસની જનતાને અપીલ.. આટલું ખાસ કરજો
11:25 PM Aug 13, 2025 IST | Mujahid Tunvar
રાજકોટ લોકમેળાને લઈને પોલીસની જનતાને અપીલ.. આટલું ખાસ કરજો

રાજકોટ : સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના પર્વ દરમિયાન 14થી 18 ઓગસ્ટ સુધી 'શૌર્યનું સિંદૂર' નામથી 5 દિવસીય લોકમેળોનું આયોજન થશે. આ મેળો સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. લોકમેળા માટે સંચાલકો અને તંત્ર દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને 2 DCP સહિત 1941 જેટલા પોલીસ અધિકારીઓ ડ્યુટી પર રહેશે. આ ઉપરાંત, મેળાના સ્થળ પર 14 વોચ ટાવરો ઉભા કરવામાં આવશે, જેથી સમગ્ર પ્રદેશ પર નજર રાખી શકાય છે.

રાજકોટના લોકમેળાને લઈને રાજકોટ સીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટા લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણા મેળાને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા તમામ રીતનો બંધોબસ્ત કરવામાં આવ્યો છે. લોકમેળામાં બે હજાર પોલીસ કર્મચારી-અધિકારીઓ સહિત જવાનો હાજર રહીને આયોજનનું બંધોબસત કરશે. લોકોની સેફ્ટીથી લઈને ક્રાઉડ મેનેજમેન્ટની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ડ્રોન-AIથી ક્રાઉડ મેનેજમેન્ટ

વધુમાં તેમણે જણાવ્યું કે,  ક્રાઉડ મેનેજમેન્ટ કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગની સાથે-સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવશે. 6 ડ્રોન અને 16 વોચ ટાવર થકી લોકમેળામાં આવતી વસ્તીનું મેનેજમેન્ટ કરવામાં આવશે. જો લોકમેળામાં વધારે લોક મેદની આવી ચડે તો પણ તેની વ્યવસ્થા ગોઠવી છે. એકસાથે વધારે પ્રમાણમાં લોકમેદની મેળામાં ઉમટી પડે તો તેમને અન્ય માર્ગો ઉપર ડ્રાઈવર્ડ કરવામાં આવશે, તે ઉપરાંત જેઓ પહેલાથી મેળામાં છે,તેમને ધીમે-ધીમે કરીને અન્ય માર્ગે થઈને બહાર નિકાળવામાં આવશે. આમ કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે પોલીસે જનમેદનીમાં નાસભાગ ન મચે અને એકદમ શાંતિસર લોકમેળાની ઉજવણી થતી રહે તે માટે બે હજારથી વધારે પોલીસ કર્મચારીઓને ખડે પગે રાખવામાં આવશે.

રાજકોટ શહેરનાં DCP (ઝોન-2) જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને મેળામાં આવતા લોકોની સુરક્ષા અને ટ્રાફિકના સંચાલન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, ટ્રાફિક સંચાલન કરવા ઉપરાંત 665 પોલીસ કર્મચારીઓ સ્ટેન્ડબાય રહેશે. આ પોલીસ કર્મચારીઓમાં 2 ડીસીપી, એક એસીપી 20 પીએસઆઈ સહિત અન્ય એસઆરપીના જવાન હાજર રહેશે.

તે ઉપરાંત જાહેર જનતા માટે જગદીશ બાંગરવાએ અપિલ કરતાં જણાવ્યું હતુ કે, રેડક્રોસમાં ગેટ નંબર એક પાસે પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે. તે ઉપરાંત રમેશ ભાઈ પારેખ થિયેટરની પાસે પણ પોલીસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે. તેથી મેળામાં આવેલી જનતાને કોઈ સમસ્યા હોય તો તેઓ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવવાની અપીલ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે પણ તમે તમારા બાળકને મેળામાં લઈને આવો છો તો તમે તમારા બાળકને તમારો મોબાઈલ નંબર મોઢે કરાવી દો અથવા તેમના ખિસ્સામાં તમારો મોબાઈલ નંબર લઈને એક પાવતી મૂકી દો.

રોમીયો સ્કોડની રચના

તે ઉપરાંત તેમણે વધુ જણાવતા કહ્યું કે, આ મેળામાં જનતાની સુરક્ષા માટે મહિલાઓની સુરક્ષા માટે રોમીયો સ્કોટ તો ચેઇન સ્કેચિંગ અને અન્ય નાની મોટી ચોરીઓને રોકવા માટે ટીમો બનાવવામાં આવી છે, જેઓ સતત મેળામાં ચાંપતી નજર રાખશે. મેળાના ગ્રાઉન્ડમાં 70થી વધારે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેનું લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં થતું રહેશે. જેથી અસામાજિક તત્વો સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવનારા ખોટા ઈરાદાથી મેળામાં આવેલા લોકો ઉપર સતત વોચ રાખવામાં આવશે.

ટ્રાફિક અંગે કોઈ સમસ્યા ન સર્જાય તે માટે આઈપીએસ પૂજા યાદવે બ્રિફ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર ટ્રાફિકનું સરળ રીતે સંચાલન કરવા માટે અનેક સ્થળોને નો એન્ટ્રી અને નો પાર્કિંગ જોન જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતથી બહુમાળી મકાન, એનસીસી ચોક, આર્મ પાલી, ટ્રાફિક શાખાથી પોલીસ હેડક્વોટર સર્કલ સુધી, સીઆઈડી ઓફિસથી રૂરલ એસપી ઓફિસ સુધી, સુરત એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેટ સુધી એન્ટ્રી અને નો પાર્કિંગ જોન જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટના જે વિસ્તારમાં સતત અવર-જવર ચાલું રહે છે, તેને નો પાર્કિંગ જોન ડિક્લેર કરવામાં આવ્યા છે.

1000 ટ્રાફિક કર્મચારી-TRB કરશે ટ્રાફિકનું સંચાલન

ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય તે માટે ટીઆરબી અને ટ્રાફિકના 1000 જવાનો બે શિફ્ટમાં કામ કરશે.

'શૌર્યનું સિંદૂર' નામ ભારતીય સૈન્યના બલિદાન અને સંસ્કૃતિને સમર્પિત છે. આ મેળામાં સૌરાષ્ટ્રના ઉભરતા કલાકારોને પણ પ્રદર્શનની તક મળશે, જે સ્થાનિક પરંપરાગત કલાને પ્રોત્સાહન આપશે. લોકોમાં આ મેળા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળાના 5 દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રમૂજીયા રાઈડ્સ અને ખરીદીની વ્યવસ્થા રહેશે. તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને રાજકોટવાસીઓ આ ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

લોક મેળાને લઈને રાજકોટ પોલીસે પોતાની તરફથી બધી જ તૈયારીઓ પૂરી કરી લીધી છે. જોકે, મેળામાં આવનાર જનતાને પણ પોલીસને સાથ-સહકાર આપવો જરૂરી છે. આ મેળામાં હજારો-લાખોની સંખ્યામાં જનમેદની આવતી હોય છે, તેવામાં કોઈ દુ:ખદ ઘટના બનવાનો ડર બનેલો રહેતો હોય છે, તેથી પોલીસ બધી જ રીતે સતર્ક રહે છે. તેવામાં પોલીસને પણ જનભાગીદારી મળી રહે તો તેમનું કામ સરળ થઈ જાય છે અને કોઈ દુ:ખદ ઘટના બનતી નથી.

આ પણ વાંચો-Gondal માં યોજાઇ ભવ્ય તિંરંગા યાત્રા, મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા

Tags :
#2025Fairs#Fairs#GujaratFestival#SindoorofBravery#WatchtowerCulturalfestivalJanmashtamiPolicesecurityRacecourseGroundRAJKOTSaurashtra
Next Article