Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો, રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો
જમ્મુ કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો  રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
Advertisement
  • સુંદરબનીમાં સેનાના વાહન પર હુમલો થયો
  • આતંકવાદીઓએ સેનાની ગાડીને બનાવી નિશાન
  • સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર હુમલો થયો છે. આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે. આ હુમલો સુંદરબની વિસ્તારમાં થયો હતો. સુંદરબનીના એક ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. શરૂઆતના અહેવાલો પ્રમાણે, આતંકવાદીઓએ સેનાના વાહન પર એકથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

Advertisement

હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું

હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 7 ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. આ પહેલા પણ આતંકવાદીઓએ ઘણી વખત ઓચિંતો હુમલો કર્યો છે અને દરેક વખતે સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.

Advertisement

સર્ચ ઓપરેશન શરૂ કરાયુ

શંકાસ્પદ આતંકવાદીઓએ ગાઢ જંગલમાંથી સેનાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુંદરબનીમાં સીઆરપીએફ બટાલિયનના હેડક્વાર્ટર્સથી આશરે પાંચ-છ કિમી દૂર આ ઘટના બની છે.

આ પણ વાંચો: Gujarat : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળીયું ઘી વેચતા વેપારીઓ સામે કરી કાર્યવાહી

Tags :
Advertisement

.

×