ફ્લોરિડામાં Donald Trump અને Justin Trudeau ની મુલાકાત, જાણો ભારતને લઈને શું ચર્ચા થઇ?
- Justin Trudeau અને Donald Trump ની મુલાકાત
- ફ્લોરિડામાં તેમના માર એ લાગો રિસોર્ટમાં થઇ મુલાકાત
- પાર, ટેરિફ, સીમા સુરક્ષાને લઈને કરી ચર્ચા
કેનેડાના PM જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને મળ્યા હતા. ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના માર એ લાગો રિસોર્ટમાં આ બેઠક યોજી હતી. કેનેડાના PM જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ આ બેઠક પછી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીર સાથે વિગતો શેર કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, "પ્રમુખ ટ્રમ્પ, ગઈકાલે રાત્રિભોજન માટે તમારો આભાર. હું પ્રતીક્ષા કરું છું જે કામ સાથે મળીને થઇ શકે છે."
કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, ટેરિફ, સીમા સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સહિત મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે આ બેઠકને સકારાત્મક ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું, "મેં કેનેડાના PM જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) સાથે ખૂબ જ સકારાત્મક બેઠક કરી હતી, જ્યાં અમે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી જેને ઉકેલવા માટે અમારા બંને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે."
આ પણ વાંચો : Donald Trump એ ભારત સહિત 9 Brics દેશોને આપી ખુલ્લી ધમકી!, જાણો શું છે મામલો?
તેમણે કહ્યું કે આ વિષયોમાં ડ્રગ કટોકટી, વાજબી વેપાર સોદા અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને કારણે કેનેડા સાથે અમેરિકાની વિશાળ વેપાર ખાધનો સમાવેશ થાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અખબાર અનુસાર, શુક્રવારે બંને નેતાઓ વચ્ચેની 'ડિનર મીટિંગ'માં કેનેડાના વરિષ્ઠ અધિકારીઓ અને ટ્રમ્પના નજીકના સહયોગીઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો : કોણ છે Kash Patel? જેમને ડોનાલ્ડ ટ્રમ્પે FBI ચીફની જવાબદારી સોંપી...
ભારત કેનેડા તણાવ પર શું થયું?
ટ્રમ્પ અને ટ્રુડો વચ્ચેની આ મુલાકાત અત્યંત અંગત હતી. આ દરમિયાન ભારત અને કેનેડાના તણાવ પર કોઈ ચર્ચા થઈ નથી. ટ્રુડોએ ભારત સાથે ચાલી રહેલા તણાવને લઈને ટ્રમ્પ સાથે કોઈ ચર્ચા કરી નથી. તમને જણાવી દઈએ કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય અધિકારીઓ પર ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ભારે તણાવ છે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પણ નીચા સ્તરે પહોંચી ગયા છે.
આ પણ વાંચો : Donald Trump એ Kash Patel ને આપી આ મોટી જવાબદારી...