Arvalli માં મેઘમહેર, માઝુમ નદીમાં નવા નીરની આવક થતા ચેકડેમ છલકાયા
Arvalli જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી ચોમાસાનો માહોલ પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. જિલ્લાના રેલ્લાવાડા વિસ્તારમાં આવેલી માઝુમ નદીમાં નવા નીરની આવક થતા સમગ્ર પંથકમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે.
Advertisement
Arvalli : છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક વિસ્તારોમાં અને ખાસ કરીને ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે માઝુમ નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે આ સિઝનમાં પ્રથમ વખત નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે.

