Delhi : Arvind Kejriwal એ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું કહ્યું...
- AAP દ્વારા Delhi માં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
- Arvind Kejriwal એ ભાજપ પર લગાવ્યા આરોપ
- શાહદરા વિધાનસભામાંથી 11 હજારના નામ હટાવાયા
દિલ્હી (Delhi)ના પૂર્વ CM અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ભાજપ પર આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ દિલ્હી (Delhi)ના મતદારોના નામ યાદીમાંથી હટાવી રહી છે. તે દિલ્હી (Delhi)ના લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપની યોજના એક વિધાનસભા ક્ષેત્રમાંથી લગભગ 6 ટકા વોટ ઘટાડવાની છે. ભાજપ દિલ્હી (Delhi)ની મતદાર યાદીમાં છેડછાડ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. મત કપાત માટેની અરજીઓ ચૂંટણી પંચને મોકલવામાં આવી રહી છે અને દરેક અરજી ભાજપના લેટર હેડ પર છે. જેના પર ભાજપના અધિકારીઓની પણ સહીઓ છે. ભાજપ કોઈપણ ભોગે મતદાર યાદીમાંથી લોકોના નામ કાઢી નાખવા માંગે છે, પરંતુ આમ આદમી પાર્ટી ભાજપને તેની યોજનાઓમાં સફળ થવા દેશે નહીં.
આ પણ વાંચો : ખેડૂતોને Delhi તરફ જતા અટકાવવામાં આવ્યા, અંબાલાના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ...
શાહદરા વિધાનસભામાંથી 11 હજારના નામ હટાવ્યા...
અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીને માહિતી મળી છે. ભાજપે શાહદરા વિધાનસભા ક્ષેત્રમાંથી મતદાર યાદીમાંથી 11018 લોકોના નામ કાઢી નાખ્યા છે. આ માટે ભાજપના લેટર હેડ પર અધિકારીની સહી સાથે અરજી મોકલવામાં આવી હતી. આ અરજીમાં મતદાર યાદીમાંથી આટલા લોકોના નામ હટાવવાનું કારણ આપવામાં આવ્યું હતું કે આટલા લોકો કાં તો મૃત્યુ પામ્યા છે અથવા તો દિલ્હી (Delhi)થી બીજે ક્યાંક શિફ્ટ થઈ ગયા છે.
આ પણ વાંચો : Manipur માં પ્રતિબંધિત સંગઠનના 3 સભ્યોની ધરપકડ, ગેરકાયદેસર હથિયારો જપ્ત
આટલા લોકોનું વેરિફિકેશન કરવું મુશ્કેલ...
આટલા લોકોનું વેરિફિકેશન કરવું મુશ્કેલ છે, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીએ આમાંથી 500 લોકોનું રેન્ડમ વેરિફિકેશન કર્યું ત્યારે તેમાંથી 372 એવા મળી આવ્યા જેઓ હજુ પણ દિલ્હી (Delhi)ના રહેવાસી છે અને ભવિષ્યમાં પણ દિલ્હી (Delhi)માં રહેવાના છે. શાહદરામાં 1 લાખ 86 હજાર મતદારો છે. 11000 લોકો એટલે 6 ટકા વોટ, જેને ભાજપ કાપવા માંગે છે. AAP એ શાહદરાથી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં 5294 મત મેળવીને જીત મેળવી હતી.
આ પણ વાંચો : Rajya Sabha માં અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી મળી આવ્યા નોટોના બંડલ, ગૃહમાં હોબાળો