Arvind Kejriwal in Gujarat: AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ
- આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દિવસ રાજકોટ ની મુલાકાતે
- આવતીકાલે સાંજે કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર આવી પહોચશે
- 8 તારીખ રોજ ખાનગી હોટેલમાં પત્રકાર પરિષદ અને બોટાદના ખેડૂતો સાથે બેઠક
- કેજરીવાલની રાજકોટ ની મુલાકાત સમયે ફરી સૌરાષ્ટ્ર ની રાજનીતિ ગરમાશે
Arvind Kejriwal in Gujarat: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી રહ્યા છે આજે સાંજે તેઓ રાજકોટ પહોંચશે અને ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં રોકાણ કરીને મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે AAP સંયોજકને આવકારવા ગુજરાત AAP એ તડામાર તૈયારીઓ કરી દીધી છે.અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ખેડૂતોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે, જેનાથી સૌરાષ્ટ્રના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવે તેવી શક્યતા છે.
અરવિંદ કેજરીવાલનો બે દિવસનો કાર્યક્રમ
મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ સાંજે 7:15 વાગ્યે દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચશે
8 ડિસેમ્બરે સવારે રાજકોટની એક્ષી એક ખાનગી હોટેલમાં કેજરીવાલ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં તેઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તે મુદ્દે સંબોધન કરશે. ત્યારબાદ તેઓ બોટાદ જિલ્લાના ખેડૂતો સાથે બંધ બેઠક કરશે અને તેમની સમસ્યાઓ સાંભળશે.
9 ડિસેમ્બરે સવારે કેજરીવાલ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામે પહોંચશે અને તાજેતરમાં આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનોને મળીને સાંત્વના આપશે તેમજ તેમની પરિસ્થિતિની જાણકારી મેળવશે અને સાંજે 6:00 વાગ્યે રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી દિલ્હી પરત ફરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક @ArvindKejriwal જી આવતીકાલે રાજકોટ આવશે.
હડદડકાંડમાં જે ખેડૂતો પર દમન થયું, તેમના પરિવારની મુલાકાત લેશે સાથે સાથે દેવાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારની પણ મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલજી.
એક બાજુ ગુજરાતમાં જંગલરાજ જેવી સ્થિતિ છે, બીજી… pic.twitter.com/weufXDFljQ
— AAP Gujarat (@AAPGujarat) December 6, 2025
સૌરાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર ગરમાવાના સંકેતો
ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા, પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચાર, ખેડૂતોને મળવાપાત્ર વળતરમાં વિલંબ અને ખેડૂત વિરોધી નીતિઓ જેવા મુદ્દાઓને લઈને કેજરીવાલ આક્રમક રણનીતિ અપનાવવાના છે. આ મુલાકાત ખાસ કરીને 2027 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં આપનો જનાધાર વધારવાના હેતુથી કરવામાં આવી રહી હોવાનું મનાય છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો આ મુલાકાત પર નજર રાખી રહ્યા છે, કારણ કે છેલ્લાં કેટલાક મહિનાઓમાં સૌરાષ્ટ્રમાં ખેડૂત આંદોલન અને આત્મહત્યાના મુદ્દે રાજકીય પારાઓ ઊંચો રહ્યો છે તેમજ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેકવા મામલે પણ રાજનિતી તેજ બની છે ત્યારે કેજરીવાલની આ મુલાકાતથી સૌરાષ્ટ્રની રાજનીતિ ફરી એકવાર ગરમાવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો: Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર કિંજલ દવેએ છાનામાના કરી લીધી સગાઈ, જાણો કોણ છે ધ્રુવીન શાહ?


