Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Supreme Court: કેજરીવાલને હજું પણ રહેવું પડશે જેલમાં...

જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે હજુ વધુ રાહ જોવી પડશે CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી બીજા કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર Supreme Court : જેલમાં...
supreme court  કેજરીવાલને હજું પણ રહેવું પડશે જેલમાં
  • જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે હજુ વધુ રાહ જોવી પડશે
  • CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી
  • બીજા કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર

Supreme Court : જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે હજુ વધુ રાહ જોવી પડશે. CBI કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. સીબીઆઈ દ્વારા વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને 5 સપ્ટેમ્બરે કેસની યાદી આપવા જણાવ્યું હતું.

Advertisement

બીજા કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર

જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુઈયાની બેંચ સમક્ષ CBI તરફથી હાજર થતાં ASG SV રાજુ એ કહ્યું કે તેઓએ એક કેસમાં જવાબ દાખલ કર્યો છે, જ્યારે બીજા કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈની માંગનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ દલીલો માટે તૈયાર છે.

આ પણ વાંચો---Delhi Excise Policy Case : કેજરીવાલ જેલમાંથી બહાર આવશે? CBI ની અરજીને સુપ્રીમ કોર્ટમાં પડકારી...

Advertisement

ધરપકડને પડકારવાની સાથે કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે

જસ્ટિસ કાંતે કહ્યું કે એક કેસમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને બીજી અરજીનો જવાબ આપવા માટે સીબીઆઈને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. જો કોઈ જવાબ હોય તો બે દિવસ પછી ફાઇલ કરો. આ બાબત 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ સૂચિબદ્ધ થવી જોઈએ. ધરપકડને પડકારવાની સાથે કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે.

Advertisement

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ

ધરપકડ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી 5મી સપ્ટેમ્બરે થશે. અરવિંદ કેજરીવાલે ધરપકડ વિરુદ્ધ 2 અરજીઓ દાખલ કરી હતી. સીબીઆઈએ એક પર જવાબ દાખલ કર્યો છે. સાથે જ બીજી અરજી પર જવાબ આપવા માટે સમય માંગવામાં આવ્યો છે. આથી સુપ્રીમ કોર્ટે સુનાવણી હાલ પુરતી મુલતવી રાખી છે. મતલબ કે અત્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે.

આ પણ વાંચો----CM કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવશે? જાણો દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું...

Tags :
Advertisement

.