Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

iPhone 16 લોન્ચ થતાં જ Apple એ યુઝર્સને આપ્યો ઝટકો,આ ત્રણ મોડલ કર્યા બંધ

iPhone 16 લોન્ચ થતાં જ યુઝર્સને આપ્યો ઝટકો iPhone સિરીઝના ત્રણ મોડલ કર્યા બંધ માત્ર બેઝ મોડલ જ iPhone  જોવા મળશે Apple iPhone 16 સિરીઝ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી છે. Appleએ નવી iPhone સિરીઝ લૉન્ચ કરતાની સાથે જ...
iphone 16 લોન્ચ થતાં જ apple એ યુઝર્સને આપ્યો ઝટકો આ ત્રણ મોડલ કર્યા બંધ
  • iPhone 16 લોન્ચ થતાં જ યુઝર્સને આપ્યો ઝટકો
  • iPhone સિરીઝના ત્રણ મોડલ કર્યા બંધ
  • માત્ર બેઝ મોડલ જ iPhone  જોવા મળશે

Apple iPhone 16 સિરીઝ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી છે. Appleએ નવી iPhone સિરીઝ લૉન્ચ કરતાની સાથે જ યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ત્રણ જૂના iPhone મોડલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ Apple Glowtime Event 2024 દરમિયાન જૂના મોડલને બંધ કરવાની જાહેરાત કરી છે. નવી iPhone 16 સિરીઝ 79,900 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ વખતે એપલે પહેલીવાર પોતાના iPhoneમાં Apple Intelligence એટલે કે AIનો ઉપયોગ કર્યો છે. આ સિવાય નવા મોડલમાં બીજા ઘણા મોટા અપગ્રેડ જોવા મળશે.

Advertisement

હવે આ ત્રણ iPhone સિરીઝ કરી બંધ

iPhone 16 લૉન્ચ થતાં જ Appleએ iPhone 15 Pro, iPhone 15 Pro Max અને iPhone 13નું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ ત્રણ આઇફોન કંપનીના ઓફિશિયલ સ્ટોર્સ પર વેચવામાં આવશે નહીં. જો કે, આ ત્રણ મોડલ ઈ-કોમર્સ વેબસાઈટ અને અન્ય રિટેલ સ્ટોર્સ પર સ્ટોક રહે ત્યાં સુધી વેચવાનું ચાલુ રાખશે.

આ પણ  વાંચો -Phone 16 Pro થયો Launch,જાણો ફીચર્સ અને કિંમત વિશે

Advertisement

માત્ર બેઝ મોડલ જ iPhone  જોવા મળશે

ગયા વર્ષે પણ, કંપનીએ iPhone 15 સિરીઝના લોન્ચિંગ પછી એપલ સ્ટોરમાંથી iPhone 14 Pro અને iPhone 14 Pro Max હટાવી દીધા હતા. આ સિવાય કંપનીએ 2021માં લૉન્ચ થયેલા iPhone 13ના વેચાણને રોકવાનો પણ નિર્ણય લીધો છે. iPhone 14 ના લોન્ચ સાથે, તેના Pro અને Mini મોડલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. માત્ર બેઝ મોડલ જ વેચાણ માટે ઉપલબ્ધ હતું, જેને હવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ  વાંચો -Recharge plan: Airtel અને Jio આપી રહ્યા છે આ ધમાકેદાર ઓફર

Advertisement

iPhone 16 Pro લોન્ચ કર્યો

Appleએ આ વર્ષે લૉન્ચ કરેલી નવી iPhone 16 સિરીઝમાં ચાર મૉડલ લૉન્ચ કર્યા છે: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. iPhone 16 સિરીઝની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. તે જ સમયે, iPhone 16 Pro Max ના ટોપ વેરિઅન્ટની કિંમત 1,84,900 રૂપિયા છે. નવી iPhone સીરિઝમાં કંપનીએ AI ફીચર્સ સાથે કેમેરામાં મોટો અપગ્રેડ કર્યો છે. નવા લૉન્ચ થયેલા iPhone 16ના તમામ મૉડલ સમર્પિત કૅપ્ચર બટન સાથે આવે છે. આ ઉપરાંત, iPhone 16 અને iPhone 16 Plusની ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.