ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભરૂચમાં આવેલા પૂરમાં  BOBની ફાઇલો પલળી જતાં કર્મચારીઓ સુકાવવા કામે લાગ્યા 

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ  તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કાંઠા વિસ્તારના લોકોના મકાનો સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ છે તેવામાં શુકલતીર્થની બેન્ક ઓફ બરોડા પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ હતી જેના કારણે બેંકમાં રહેલા અગત્યના દસ્તાવેજો ફાઈલો તથા રોકડ પાણીના...
02:45 PM Oct 01, 2023 IST | Vipul Pandya
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ  તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કાંઠા વિસ્તારના લોકોના મકાનો સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ છે તેવામાં શુકલતીર્થની બેન્ક ઓફ બરોડા પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ હતી જેના કારણે બેંકમાં રહેલા અગત્યના દસ્તાવેજો ફાઈલો તથા રોકડ પાણીના...
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ 
તાજેતરમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે કાંઠા વિસ્તારના લોકોના મકાનો સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ છે તેવામાં શુકલતીર્થની બેન્ક ઓફ બરોડા પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ હતી જેના કારણે બેંકમાં રહેલા અગત્યના દસ્તાવેજો ફાઈલો તથા રોકડ પાણીના કારણે પલળી ગયા હતા. હવે અગત્યના દસ્તાવેજો સુકાવાના પ્રયાસો માટે કર્મીઓ કામે લાગી ગયા છે. આ વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જોવા મળી રહી છે.
રૂપિયા અને અગત્યના દસ્તાવેજોની ફાઈલો પલળી ગઇ 
નર્મદા નદીમાં પૂરની સ્થિતિએ ભારે તારાજી સર્જી હતી. કાંઠા વિસ્તારના અનેક મકાનો ઘરવખરી સાથે નષ્ટ થઈ ગયા હતા અને બેઘર બનેલા લોકોની સ્થિતિ કફોડી બની ગઈ હતી. આવી સ્થિતિ માત્ર ગરીબ પરિવારોની નહીં પરંતુ બેંકોની પણ સર્જાઈ ગઈ છે કારણ કે નર્મદા નદીના પૂરના પાણી બેંકોમાં પણ ફરી વળ્યા હતા અને આવી જ એક બેંકમાંથી સામે આવી છે. શુકલતીર્થની બેન્ક ઓફ બરોડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી જેના કારણે બેંકમાં રહેલા રૂપિયા અને અગત્યના દસ્તાવેજોની ફાઈલો પૂરના પાણીમાં પલળી જતાં કર્મચારીઓ  ભીના દસ્તાવેજોને સુકાવાના પ્રયાસો કરવામાં જોતરાઈ ગયા છે. બેંકમાં રહેલી હજારો અરજદારોની ફાઇલોના અગત્યના દસ્તાવેજો જાહેર બેંકની બહાર જ સુકાવાના પ્રયાસો કરી રહ્યા હોવાના ચોકાવનારા વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે.
સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા
શુકલતીર્થ બીઓબી બેંકની બહાર જ હજારોની સંખ્યામાં પૂર્ણ પાણીમાં ભીના થયેલા દસ્તાવેજોની ફાઈલો કર્મીઓ સુકવતા હોવાના દ્રશ્યોએ સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો---AHMEDABAD : રાણીપમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કર્યું શ્રમદાન
Tags :
Bank of BarodaBharuchfiles got soakedflood
Next Article