વિવાદીત ટીપ્પણી મામલે પ્રોફેસર અલીખાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, SIT તપાસ કરશે
- અશોકા યુનિ.ના આસિ. પ્રોફેસરને અંતે મળી રાહત
- દિગ્ગજ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં હાજર રહ્યા
- સમગ્ર મામલાની તપાસ ત્રણ આઇપીએસની એસઆઇટી કરશે
Ali Khan Mahmudabad : આજરોજ સુપ્રીમ કોર્ટે (SUPREME COURT OF INDIA) અશોકા યુનિવર્સિટી (ASHOKA UNIVERSITY) ના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન આપ્યા છે, પ્રોફેસરની ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે હરિયાણા સરકારને નોટિસ પણ ફટકારી છે. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદ પર ઘણી શરતો પણ લાદી છે. સુનાવણી દરમિયાન કોર્ટે શું કહ્યું તે અમને જણાવો.
સરળ ભાષામાં તમારો મુદ્દો કહી શક્યા હોત
અશોકા યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર અલી ખાન વતી સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ કપિલ સિબ્બલ હાજર રહ્યા છે. અલી ખાનની પોસ્ટમાં ઉપયોગ કરેલી ભાષા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું, અમને ખાતરી છે કે તમે ખૂબ જ શિક્ષિત છે. તમે અન્યને દુઃખ પહોંચાડ્યા વિના ખૂબ જ સરળ ભાષામાં તમારો મુદ્દો કહી શક્યા હોત, તેમાં આદરપૂર્ણ શબ્દોનો ઉપયોગ કરી શક્યા હોત.
કોઈ પણ ઓનલાઈન લેખ નહીં લખે
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાની તપાસ માટે 3 IPS અધિકારીઓની SIT ની રચના કરી છે. પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને વચગાળાના જામીન આપતી વેળાએ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, તેઓ પોસ્ટ્સ સંબંધિત કોઈ પણ ઓનલાઈન લેખ નહીં લખે. ઉપરાંત તેમને સોનીપત કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
24 કલાકમાં SIT ની રચના કરી દેવાનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે પ્રોફેસર અલી ખાનને ભારતીયમાં થયેલા આતંકવાદી હુમલા અથવા ભારત દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહી અંગે કોઈપણ ટિપ્પણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે ત્રણ IPS અધિકારીઓની બનેલી SIT ની રચના કરવાનો આદેશ આપ્યો છે, જેમાં એક રાજ્ય બહારની મહિલા અધિકારીનો પણ સમાવેશ થશે. સુપ્રીમ કોર્ટે 24 કલાકમાં SIT ની રચના કરી દેવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ પ્રોફેસરને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જણાવ્યું છે.
સસ્તી લોકપ્રિયતા શા માટે શોધવી જોઈએ ?
આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કાંતે કહ્યું કે "દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. શું આ બધા વિશે વાત કરવાનો આ સમય છે? દેશ પહેલાથી જ આ બધામાંથી પસાર થઈ રહ્યો છે. રાક્ષસવૃત્તિ ધરાવતા લોકો આવ્યા અને આપણા લોકો પર હુમલો કર્યો અને આ સમયે આપણે એક થવું જોઈએ." આવા પ્રસંગે સસ્તી લોકપ્રિયતા શા માટે શોધવી જોઈએ ? જે સમાજમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તેના માટે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે શબ્દો જાણી જોઈને અપમાન કરવા અને સામેવાળા પક્ષ નીચુ દેખાડવા માટે માટે પસંદ કરવામાં આવે છે."
બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચાડે
ન્યાયાધીશ કાંતે વધુમાં કહ્યું, "એક પ્રોફેસર હોવાને કારણે તેમની પાસે શબ્દકોશમાં શબ્દોની કમી ના હોવી જોઈએ. તેઓ એવી ભાષાનો ઉપયોગ કરી શકે જેનાથી બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચાડે". તમને જણાવી દઈએ કે 18 મેના રોજ પોલીસે દિલ્હીથી એસોસિયેટ પ્રોફેસર અલી ખાન મહમુદાબાદની ધરપકડ કરી હતી. તેમના પર ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ તાજેતરમાં એસોસિયેટ પ્રોફેસરને નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો --- નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો દિલ્હીની કોર્ટમાં દાવો - સોનિયા, રાહુલ ગાંધીને પહોંચ્યો 142 કરોડનો ફાયદો