Asia Cup 2024 : બાંગ્લાદેશને પછાડીને Team India ફાઈનલમાં પહોંચી, રેણુકા સિંહનો દબદબો...
હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Team India) એશિયા કપ 2024 (Asia Cup 2024) ની ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવીને ભારતે વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. પહેલા બોલરોએ બાંગ્લાદેશને સાધારણ સ્કોર સુધી મર્યાદિત રાખ્યું અને ત્યાર બાદ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો કઇ ટીમ સાથે થશે તે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર બીજી સેમીફાઇનલના પરિણામ પરથી નક્કી થશે.
ભારતે કોઈ પણ નુકશાન વિના લક્ષ્ય હાંસલ કર્યો...
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં માત્ર 80 રન બનાવ્યા હતા. એટલે કે ભારતને જીતવા માટે 81 રનનો નાનો સ્કોર હતો, જે ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 11 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. એક તરફ શેફાલી વર્માએ 26 રનની ઇનિંગ રમી તો બીજી તરફ ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર 55 રન બનાવ્યા. બોલરોએ ભારત માટે તૈયાર કરેલા પ્લેટફોર્મ પર બેટ્સમેનોએ કામ કર્યું. 28 જુલાઈના રોજ રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી થશે. ભારતીય ટીમ પહેલાથી જ ખિતાબ જીતવાની દાવેદાર માનવામાં આવતી હતી, હવે ફાઈનલમાં પહોંચ્યા બાદ ભારત એશિયા કપ (Asia Cup 2024)ના બીજા ટાઈટલથી માત્ર એક ડગલું દૂર છે.
Women's Asia Cup: Renuka's pace, Mandhana's blitz seal India's place in final following 10-wicket win over Bangladesh
Read @ANI story | https://t.co/He83JxtY9D#INDvBAN #WomenAsiaCup #SmritiMandhana #RenukaSingh #Cricket pic.twitter.com/w9efTArRzV
— ANI Digital (@ani_digital) July 26, 2024
રેણુકા સિંહે તબાહી મચાવી હતી...
આ પહેલા બાંગ્લાદેશની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી વિકેટ પહેલી જ ઓવરમાં પડી જ્યારે દિલારા અખ્તર માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે તેને પેવેલિયનમાં મોકલી દીધો. આ પછી બીજી વિકેટ પણ 17 ના સ્કોર પર પડી. ઈસ્મા તનઝીમ 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે પણ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. મુર્શિદા ખાતૂન પણ ચાર રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સળંગ ત્રણ વિકેટ લઈને રેણુકા સિંહે બાંગ્લાદેશને માત્ર બેકફૂટ પર જ નહીં મુકી પરંતુ વિરોધી છાવણીમાં પણ હલચલ મચાવી દીધી.
Consecutive 9th time into the Finals 👏🏻👏🏻
What a stupendous performance by the Women in Blue as they qualify for the Asia Cup finals for the 9th time! Let's cheer them on as they go for final win.
Chak De India 🇮🇳 pic.twitter.com/NpjTaX0etV— HPCA (@himachalcricket) July 26, 2024
નિગાર સુલ્તાનાએ કેપ્ટનશિપની ઇનિંગ રમી...
બાંગ્લાદેશના એક છેડે સતત વિકેટો પડી રહી હતી ત્યારે કેપ્ટન નિગાર સુલ્તાનાએ એક છેડો પકડી રાખ્યો હતો. જો કે તેને કોઈનો સાથ મળી રહ્યો ન હતો. શોર્ના અખ્તરે છેલ્લી ઓવરોમાં ચોક્કસપણે થોડો સપોર્ટ પૂરો પાડ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેણે 19 રન બનાવ્યા હતા. કેપ્ટન સુલ્તાનાએ 51 બોલનો સામનો કર્યો અને 32 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા આવ્યા. આ પછી પણ આખી ટીમ 80 રન જ બનાવી શકી હતી. આ પછી જ્યારે ભારતને 81 રનનો ટાર્ગેટ મળ્યો ત્યારે નક્કી થઈ ગયું હતું કે ટીમ ઈન્ડિયા (Team India) આ મેચ જીતીને સેમીફાઈનલમાં જશે. બરાબર એવું જ થયું. હવે ફાઇનલમાં ભારતીય ટીમ કોની સામે ટકરાશે તે બીજી સેમિફાઇનલમાં નક્કી થશે, જેમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે.
આ પણ વાંચો : Olympic માં 75% ખેલાડીઓ Sex નો આનંદ માણે છે, વાંચો અહેવાલ...
આ પણ વાંચો : Paris Olympic 2024 : ભારતના ખેલાડીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભકામનાઓ
આ પણ વાંચો : ઓલિમ્પિક પહેલા પેરિસ ભડકે બળ્યું, અરાજક તત્વોએ મચાવ્યો તાંડવ