Asia Cup માં બાંગ્લાદેશને પછડાટ, ભારતની શાનદાર જીત
- ભારતીય ક્રિકેટ ટીમો પોતાની જીતનો સિલસિલો જારી રાખ્યો
- આવનાર સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મેચ રમાવવાના એંધાણ
- આગામી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે
Asia Cup 2025 : બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતની જીત (India Won Against Bangladesh) થઇ છે. બાંગ્લાદેશની ટીમ 19 મી ઓવરમાં ત્રીજા બોલે 127 રને ઓલઆઉટ થઇ ગઇ છે. આજે એશિયા કપ 2025 અંતર્ગત સુપર ફોરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રસાકસીભરી મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતે 6 વિકેટે 168 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. આ મેચમાં ભારતની ટીમનો ભવ્ય વિજય થયો છે. અંતિમ બોલ સુધી આ મેચમાં સસ્પેન્સ કાયમ રહ્યું હતું. જાંબાઝ ભારતીય બોલરોએ એક પછી એક વિકેટો લઇને પોતાનો દબાવ અંતિમ ઘડી સુધી બનાવીને રાખ્યો હતો. ભારતે 41 રને આ મેચ જીતી લીધી છે. આ મેચમાં જીત સાથે જ ભારતે એશિયા કપની ફાઇનલ મેચમાં પોતાની દાવેદારી નોંધાવી દીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ ક્રમે
ભારતીય ક્રિકેટ ટીમ (Asia Cup 2025 Ind Vs Pak) સુપર ફોર પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે અત્યાર સુધી મેચો જીતી છે અને બે પોઈન્ટ સાથે તેનો નેટ રન રેટ 0.689 છે. ભારતે તેની પહેલી સુપર ફોર મેચમાં પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે. તેની બે મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે બાકી છે.
પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે મુકાબલો
પાકિસ્તાની ક્રિકેટ ટીમ (Asia Cup 2025 Ind Vs Pak) સુપર ફોર પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં એક જીતી છે અને એક હારી છે. બે પોઈન્ટ સાથે, તેનો નેટ રન રેટ 0.226 છે. તેની બાંગ્લાદેશ સામે હજુ પણ એક મેચ બાકી છે, જે 25 સપ્ટેમ્બરે રમાશે.
ભારત અને પાકિસ્તાન માટે ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
- ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની મેચ જીતી ગયું છે
- પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની મેચ (25 સપ્ટેમ્બર) જીતવી પડે
ઉપરોક્ત સમીકરણ મુજબ, ત્રણ મેચ પછી બાંગ્લાદેશના ફક્ત બે પોઈન્ટ રહેશે. ભારત અને પાકિસ્તાન (Asia Cup 2025 Ind Vs Pak) પોઈન્ટ ટેબલમાં ચાર પોઈન્ટ સાથે પ્રથમ અને બીજા સ્થાને રહેશે. આ રીતે, બંને ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થશે. દરમિયાન, શ્રીલંકન ક્રિકેટ અત્યાર સુધી તેની બંને મેચ હારી ગયું છે, અને ફાઇનલમાં પહોંચવું તેના માટે ખૂબ મુશ્કેલ લાગે છે. સુપર-4 પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો વચ્ચે અંતિમ મેચ રમાશે.
આ પણ વાંચો ---- Asia Cup ની ફાઇનલ મેચમાં ભારત-પાકિસ્તાન સામ-સામે રમી શકે છે, જાણો સમીકરણ