Asia Cup 2025 : બે દિવસમાં ભારત પહોંચશે ટ્રોફી, જો નકવી ન મોકલાવે તો BCCIનો પ્લાન B તૈયાર
- Asia Cup 2025 : એશિયા કપ ટ્રોફી વિવાદ : BCCIનો ICCમાં જવાનો પ્લાન
- બે દિવસમાં મુંબઈ આવશે ટ્રોફી? નહીં તો 4 નવેમ્બરથી પાકિસ્તાન પર દબાણ
- મોહસિન નકવીએ ટ્રોફી અટકાવી : BCCIનો પ્લાન B તૈયાર, ICC બેઠકમાં ઉઠશે મુદ્દો
- એશિયા કપ જીત્યા પછી પણ ટ્રોફી ન મળી : BCCIની નારાજગી
Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને આશા છે કે એશિયા કપ વિજેતા ટ્રોફી ‘એક કે બે દિવસમાં’ મુંબઈમાં આવેલા તેના મુખ્ય કાર્યાલયમાં પહોંચી જશે, પરંતુ જો પરિસ્થિતિમાં કોઈ પ્રગતિ ન થાય તો ભારતીય બોર્ડ ચાર નવેમ્બરે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સમક્ષ ઉઠાવશે.
ભારતે દુબઈમાં રમાયેલી ફાઇનલમાં પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને એશિયા કપ જીત્યો હતો, પરંતુ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ટીમ ઇન્ડિયાએ ઇનકાર કરી દીધો. તેઓ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ છે. આ ત્યારે બન્યું જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે બંને દેશો વચ્ચેના વિવાદને કારણે પોતાના પાકિસ્તાની સમકક્ષ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો.
નકવીએ પહેલેથી જ કહી દીધું છે કે ટ્રોફી ભારતને સોંપી શકાય છે પરંતુ તેને તેઓ પોતે જ આપશે. BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયાએ PTI વીડિયો સાથે વિશેષ વાતચીતમાં કહ્યું હતુ કે :
એક મહિના પછી પણ અમને ટ્રોફી ન મળી તેનાથી અમે થોડા નાખુશ છીએ. અમે આ મુદ્દો આગળ વધારી રહ્યા છીએ. આશરે 10 દિવસ પહેલાં પણ અમે ACCના અધ્યક્ષને એક પત્ર લખ્યો હતો, પરંતુ તેમના વલણમાં કોઈ ફેરફાર નથી આવ્યો. હજુ પણ ટ્રોફી તેમની પાસે છે, પરંતુ અમને આશા છે કે એક-બે દિવસમાં આ ટ્રોફી મુંબઈમાં આવેલા BCCI કાર્યાલયમાં અમારી પાસે પહોંચી જશે.
…તો 4 નવેમ્બરથી પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ
સૈકિયાએ કહ્યું કે જો ટ્રોફી ટૂંક સમયમાં ન સોંપાય તો BCCI ચાર નવેમ્બરથી દુબઈમાં યોજાનારી ICCની ત્રિમાસિક બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે. BCCIએ સત્તાવાર રીતે ટ્રોફી પરત કરવાની વિનંતી કરી છે પરંતુ નકવી કથિત રીતે પોતાના વલણ પર અડગ છે અને સૂચન કરી રહ્યા છે કે ભારતીય ખેલાડીઓ ભવિષ્યમાં કોઈ કાર્યક્રમમાં તેને વ્યક્તિગત રીતે લઈ લે કારણ કે હજુ સુધી કોઈ સત્તાવાર રીતે ઉકેલ આવ્યો નથી.
બીજા ટેસ્ટમાં લંચ પહેલાં ચા
ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી મહિને ગુવાહાટીમાં રમાનારી બે ટેસ્ટ મેચની શ્રેણીના બીજા મેચમાં પરંપરાગત સત્રોના ક્રમમાં ફેરફાર જોવા મળી શકે છે, જેમાં લંચ પહેલાં ચા આપવામાં આવી શકે છે. સૈકિયાએ પુષ્ટિ કરી કે ગુવાહાટીમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વહેલા થવાને કારણે રમતના સમયમાં સંભવિત ફેરફાર અંગે ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો- IND vs AUS : T20 માં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટે જીત, ભારત ઓલ આઉટ