Asiatic Lion Census : ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 થતાં પરિમલ નથવાણીએ સરકારી અભિયાનોની કરી પ્રશંસા
આજે ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીના આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા જાહેર કરાયા છે. જેમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 જેટલી હોવાનું જણાયું છે. આ ઘટના પર પરિમલ નથવાણી (Parimal Nathwani) એ પોતાની પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
Advertisement
- ગુજરાતની શાન ગણાતા એશિયાટિક લાયનની સંખ્યા 891 જેટલી થઈ
- Parimal Nathwani એ કેન્દ્ર અને રાજ્ય સરકારના સિંહ સંવર્ધન અભિયાનોની કરી પ્રશંસા
- બરડાના જંગલોમાં સિંહોમાટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે
- કેન્દ્ર સરકારના 'લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ' અંતર્ગત જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરાશે
Asiatic Lion Census : ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સિંહોની સંખ્યા 891 જાહેર કરવામાં આવી છે. સિંહની વસ્તી ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરતાં 891 સિંહોની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.

