ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asiatic Lion Census : ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 થતાં પરિમલ નથવાણીએ સરકારી અભિયાનોની કરી પ્રશંસા

આજે ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીના આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા જાહેર કરાયા છે. જેમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 જેટલી હોવાનું જણાયું છે. આ ઘટના પર પરિમલ નથવાણી (Parimal Nathwani) એ પોતાની પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
03:10 PM May 21, 2025 IST | Hardik Prajapati
આજે ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીના આંકડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા જાહેર કરાયા છે. જેમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 જેટલી હોવાનું જણાયું છે. આ ઘટના પર પરિમલ નથવાણી (Parimal Nathwani) એ પોતાની પ્રતિક્રિયા આપી છે. વાંચો વિગતવાર.
Parimal Nathwani Gujarat First

Asiatic Lion Census : ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સિંહોની સંખ્યા 891 જાહેર કરવામાં આવી છે. સિંહની વસ્તી ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરતાં 891 સિંહોની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.

પરિમલ નથવાણીની પ્રતિક્રિયા

સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં જ છે તેવા સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં 891 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પર ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી (Parimal Nathwani) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સિંહ સંવર્ધન માટે હાથ ધરવામાં આવતા અભિયાનોની પ્રશંસા કરી છે.

સરકારી અભિયાનોની કરી પ્રશંસા

Parimal Nathwani એ જણાવ્યું કે, ગુજરાતમાં સિંહોની સંખ્યામાં થયેલા વધારા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ 'લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ' (Lion @ 47: Vision for Amritkaal) માં જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે.

 

આ પણ વાંચોઃ    ગુજરાતમાં ભારે વરસાદની આગાહી! 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

દરિયા કિનારે સિંહોનો વસવાટ

ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી બાદ કુલ 891 સિંહો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પર રાજ્ય સભા સાંસદ Parimal Nathwani એ રાજ્ય અને કેન્દ્ર સરકારના સિંહ સંવર્ધન માટે હાથ ધરાતા વિવિધ અભિયાનોની પ્રશંસા કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. વધુમાં પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયાકિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.

આ પણ વાંચોઃ    ગરવી ગુજરાતની આન-બાન-શાન સાવજની સંખ્યા વધી, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આંકડા જાહેર

Tags :
891 Asiatic LionsAsiatic Lion CensusBarda Forest LionsCoastal LionsGir SanctuaryGovernment CampaignsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Lion CountGujarat WildlifeLion @ 47: Vision for AmritkaalLion Breeding CampaignsLion ConservationLion CorridorsLion ResettlementParimal NathwaniProject LionSasan Gir
Next Article