Video viral : વિકાસ ચાલુ વરસાદમાં ! રાજકોટમાં ચાલુ વરસાદે બનાવવામાં આવ્યો ડામરનો રોડ
- રાજકોટમાં વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવામાં આવ્યો
- નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે અનેક સવાલો ઉઠ્યા
- ચાલુ વરસાદે ડામર કામથી લોકોએ વિડિયો કર્યો વાઇરલ
રાજકોટમાં તંત્રએ વરસતા વરસાદમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. એક તરફ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. તો બીજી તરફ વાવડી વિસ્તારમાં વરસતા વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટમાં રોડ બનાવરનાર કોન્ટ્રાક્ટર ચાલુ વરસાદે ડામર રોડ ઉપર પાથરી રહ્યો છે. જે વીડિયો વાયરલ થયો હતો. તંત્ર દ્વારા આવા લેભાગુ તેમજ અણઆવડત વગરના પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ આપી પ્રજાના પૈસા વેડફી રહ્યા છે. તંત્ર દ્વારા આવા મળતીયા કોન્ટ્રાક્ટર સામે પગલા ભરાશે કે નહી તે જોવું રહ્યું.
રાજકોટમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન
વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવાયો
નવા ડામર રોડની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉઠ્યા
ચાલુ વરસાદે ડામર કામનો લોકોએ વીડિયો કર્યો વાયરલ@smartcityrajkot #Gujarat #Rajkot #RMC #Road #ViralNews #ViralVideo #Rainfall #GujaratFirst pic.twitter.com/GAeNkZmOmR— Gujarat First (@GujaratFirst) June 7, 2025
વરસાદ શરૂ થતા વાહન ચાલકોને હાલાકી
રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી બાદ બપોરે વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા પામ્યો હતો. એકાએક ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થતા શહેરીજનોએ કંઈક અંશે ઠંડકનો અનુભવ ક્યો હતો. શહેરમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં થોડાક જ સમયમાં પાણી ભરાઈ જવા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Video: અમદાવાદમાં ગુલાબજામુન બાદ હવે ઠંડા પીણામાં જોવા મળી જીવાત, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ
શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો
રાજકોટ શહેરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા કંઈક અંશે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ તેમજ જામનગર રોડ, ત્રિકોણ બાગ, 150 રિગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. થોડાક જ સમયમાં શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું.
આ પણ વાંચોઃ Surat : માંડવીમાં મહિલાને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાતા આરોપી ફરાર