Assam : આર્મી કેમ્પ ઉપર ગ્રેનેડ ફેંકાયા, એક કલાક સુધી ભારે ગોળીબાર
- આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર ગ્રેનેડ ફેંકાયા
- મોડી રાત્રે એક કલાક ભારે ગોળીબાર પણ કરાયો
- સેનાના ત્રણ જવાનો ગ્રેનેડ એટેકમાં ઘાયલ થયા - સુત્ર
Assam : આસામના તિનસુકિયા (Assam Tinsukia) જિલ્લાના કાકોપથરમાં એક આર્મી કેમ્પ (Army Camp Attack) પર ગ્રેનેડ વડે હુમલો (Grenade Attack - Assam) થયો હોવાનું સામે આવ્યું છે. હુમલાની આ ઘટનામાં ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુરુવારે મોડી રાત્રે આર્મી કેમ્પ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. દરમિયાન અનેક ગ્રેનેડ વિસ્ફોટો પણ સંભળાયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કાકોપથર આર્મી કેમ્પ નજીક મોડી રાત્રે લગભગ એક કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હોવાના અહેવાલ હાલ તબક્કે સામે આવી રહ્યા છે.
19 ગ્રેનેડિયર્સ યુનિટ કેમ્પ પર ગ્રેનેડ ફેંકાયા
પ્રારંભિક માહિતી અનુસાર, કાકોપથરમાં ભારતીય સેનાના 19 ગ્રેનેડિયર્સ યુનિટ કેમ્પને લક્ષ્ય બનાવીને મધ્યરાત્રિએ ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘાયલ સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.
વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો
આર્મી કેમ્પ પર હુમલાની ઘટના બાદ, સેના અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. સાથે જ સ્થળની આસપાસ નાગરિક હિલચાલ પ્રતિબંધિત કરવામાં આવી છે. તથા આર્મી કર્મચારીઓ સતર્કતા દાખવી રહ્યા છે.
આ જૂથ શંકાના દાયરામાં આવ્યું
હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી. જો કે, એવી શંકા છે કે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)-(સ્વતંત્ર) જૂથનો આ ગ્રેનેડ હુમલો પાછળ હાથ છે. બુધવારે શરૂઆતમાં, NSCN (K-YA) જૂથના શંકાસ્પદ આતંકવાદીઓએ અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. આ કેમ્પ જિલ્લાના મનમાઓ વિસ્તારના હેટમેન ગામમાં સ્થિત હતો.
આ પણ વાંચો ----- દિલ્હી યુનિ.માં 'થપ્પડકાંડ', સંયુક્ત સચિવે કન્વીનરને તમાચો માર્યો