વિધાનસભાની પેટા ચૂંટણીમાં INDIA ગઠબંધન જીત નજીક, 1 બેઠક પર જીત દર્જ કરાવી
- દેશભરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન જીત તરફ
- ગુજરાતમાં એક બેઠક પર આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલાવ્યું
- પેટા ચૂંટણીમાં ગુજરાતમાં કડી બેઠક ભાજપને ફાળે ગઇ
Assembly Bypolls Results : દેશના 4 રાજ્યોમાં 5 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની (ASSEMBLY BYPOLL RESULT) મતગણતરી આજે ચાલી રહી છે. અત્યાર સુધી મળેલા વલણમાં ઇન્ડિયા ગઠબંધનના (INDIA ALLIANCE) સાથી પક્ષો 4 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ (BJP) એ ફક્ત ગુજરાતની કડી બેઠક પર જીત નોંધાવી છે. અત્યાર સુધીના વલણો અનુસાર, ગુજરાતની વિસાવદર (VISAVADAR AAP WON) બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ (GOPAL ITALIA) જીત મેળવી છે. જ્યારે 10 માં રાઉન્ડ પછી પણ પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી AAP ઉમેદવાર સંજીવ અરોરા આગળ છે. તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
પાર્ટીએ પૂ્ર્વ પ્રદેશ પ્રમુખને પોતાના ઉમેદવાર બનાવ્યા
ગુજરાતની વિસાવદર બેઠક પરથી જીત આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ છે. અહીં 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણી જીત્યા હતા, બાદમાં તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તે બાદ આ ચૂંટણી એ વાતની કસોટી હતી કે AAPનો અહીં હજુ પણ ક્રેઝ છે કે નહીં. પાર્ટીએ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે ભાજપના કિરીટ પટેલ સામે જંગી મતોથી જીત મેળવી છે.
લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAP આગળ છે
પંજાબની લુધિયાણા (PUNJAB LUDHIANA) પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીના સંજીવ અરોરા 10 માં રાઉન્ડમાં 6025 મતોથી આગળ છે. કોંગ્રેસના ભારત ભૂષણ આશુ બીજા સ્થાને અને ભાજપના જીવન ગુપ્તા ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત અકાલી દળના ઉમેદવાર ચોથા સ્થાને છે. પશ્ચિમ બંગાળની (BENGAL KALUGANJ SEAT) કાલીગંજ વિધાનસભા બેઠક પર પણ ભાજપને ઝટકો લાગ્યો છે. શાસક પક્ષ ટીએમસી અહીં આગળ છે. કેરળની નીલાંભર બેઠક પર કોંગ્રેસ આગળ છે. આમ વિપક્ષી ઇન્ડિયા એલાયન્સ સાથે સંકળાયેલા પક્ષોએ 4 રાજ્યોમાં 5 માંથી 3 વિધાનસભા બેઠકો પર લીડ મેળવી છે. અને 1 બેઠક ઉપર જીત મેળવી છે.
કેરળથી કોંગ્રેસ માટે સારા સમાચાર
કેરળની નીલાંભર (KERALA NILAMBHAR) બેઠક પરથી કોંગ્રેસના આર્યદાન શૌકત 11000 મતોથી આગળ છે. બીજા સ્થાને ઉમેદવારને 6660 મત મળ્યા છે. એક અપક્ષ ઉમેદવાર ત્રીજા સ્થાને છે, જ્યારે ભાજપના ઉમેદવાર એડવોકેટ મોહન જ્યોર્જને ફક્ત 8648 મત મળ્યા છે અને તેઓ ચોથા સ્થાને છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં બે બેઠકો પર પેટાચૂંટણીઓ થઈ હતી, જેમાંથી AAP એ એક બેઠક વિસાવદર જીતી છે, જ્યારે ભાજપે કડી બેઠક જીતી હતી. ભાજપના રાજુભાઈ ચાવડા અહીંથી જંગી મતોથી જીત્યા છે. કોંગ્રેસના રમેશભાઈ ચાવડા બીજા સ્થાને છે.
ભાજપ મોટા માર્જિનથી પાછળ
બંગાળમાં વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અહીં પેટાચૂંટણીમાં TMC ઉમેદવાર અલીફા અહેમદે 28,784 મતોની લીડ જાળવી રાખી છે. જ્યારે ભાજપના આશિષ ઘોષ બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં મતગણતરીના માત્ર 11 રાઉન્ડ પૂર્ણ થયા છે, પરંતુ તફાવત જોતાં, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીએમસીની લીડ નિર્ણાયક છે.
આ પણ વાંચો --- IRAN-ISRAEL CONFLICT પર ફારૂક અબ્દુલ્લાનું દર્દ છલકાયું, કહ્યું, 'મુસ્લિમ ચૂપ છે...'