ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Panchmahal : વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ખેતીની વર્તમાન સ્થિતિને 'લીલો દુકાળ' ગણાવ્યો

Panchmahal : ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેની અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પડી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા (રેણાં) પંથકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ખેડૂતો સાથે મળીને પાકના નુકસાનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે ખેતીની વર્તમાન સ્થિતિને 'લીલો દુકાળ' તરીકે ગણાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કહ્યું કે, હાલમાં  લીલો અને સૂકો ઘાસચારો પલળી જઈ ગયો છે અને તેની અસર પશુઓ તેમજ ડેરી વ્યવસાય પર થઈ રહી છે.
06:30 PM Nov 02, 2025 IST | Mujahid Tunvar
Panchmahal : ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેની અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પડી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા (રેણાં) પંથકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ખેડૂતો સાથે મળીને પાકના નુકસાનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે ખેતીની વર્તમાન સ્થિતિને 'લીલો દુકાળ' તરીકે ગણાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કહ્યું કે, હાલમાં  લીલો અને સૂકો ઘાસચારો પલળી જઈ ગયો છે અને તેની અસર પશુઓ તેમજ ડેરી વ્યવસાય પર થઈ રહી છે.

શહેરા ( Panchmahal ) : ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેની અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પડી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા (રેણાં) પંથકમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ખેડૂતો સાથે મળીને પાકના નુકસાનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે ખેતીની વર્તમાન સ્થિતિને 'લીલો દુકાળ' તરીકે ગણાવ્યો હતો. તે ઉપરાંત તેમણે કહ્યું કે, હાલમાં  લીલો અને સૂકો ઘાસચારો પલળી જઈ ગયો છે અને તેની અસર પશુઓ તેમજ ડેરી વ્યવસાય પર થઈ રહી છે.

જેઠાભાઈ ભરવાડે મોરવા પંથકના ખેડૂતોની લીધી મુલાકાત

જેઠાભાઈ ભરવાડે મોરવા પંથકના ખેડૂતોને સાથે રાખીને ડાંગર સહિત અન્ય પાકોના ખેતરોની મુલાકાત લીધી. જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ, સ્થાનિક વહીવટી અધિકારીઓ અને સર્વે ટીમને સાથે લઈને તેમણે નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. ખેડૂતોની વેદનાઓ સાંભળીને તેમણે જણાવ્યું કે, "રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. શહેરા તાલુકામાં 11 હજાર હેક્ટરમાં ડાંગર અને અન્ય પાકોને અસર થઈ છે. આ 'લીલા દુકાળ' જેવી સ્થિતિ છે, જેમાં ઘાસચારો પલળી જતાં પશુઓને પોષણ મળતું નથી અને દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ડેરી પર પડી રહી છે."

 

આ નિરીક્ષણ દરમિયાન જેઠાભાઈ ભરવાડે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી અને પાક નુકસાનીના સર્વેને વહેલીતકે પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરવાના સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, "સરકાર ખેડૂતો સાથે છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં થયેલા પાક નુકસાન અંગે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે ચર્ચા કરી છે. વધુમાં વધુ સહાય મળે તેવી રજૂઆત કરી છે, જેથી ખેડૂતોને રાહત મળે." વધુમાં ખેડૂતોની દેવા માફી અંગે તેમણે જણાવ્યું કે, "સરકાર આ બાબતે ગંભીરતાથી નિર્ણય લેશે, જેથી ખેડૂતોને આર્થિક રાહત મળે."

રાજ્ય સરકારે તાજેતરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનના વળતર માટે મંજૂરી આપી છે. ખેડૂતો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે, જેમાં નુકસાન અટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ જેઓ પંચમહાલ ડેરીના પણ અધ્યક્ષ છે, તેમણે ડેરી વ્યવસાયને પણ સહાયની અપીલ કરી છે. આ પગલાંથી ખેડૂતોમાં આશાની કિરણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Kheda : મીઠાપુરામાં કમોસમી વરસાદનો ઘાત : મકાન ધરાશાયી થતાં વિધવા મહિલાનું મોત, બે બાળકો નિરાધાર

Tags :
panchmahal
Next Article