ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Assembly Election Result : મોદી મેજીક સામે વિપક્ષ ફેઇલ, પોતાનું ગઢ પણ ન બચાવી શકી કોંગ્રેસ

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી હતી તે સમયે ઘણીવાર એવું કહેવામાં આવ્યું કે, આ વખતે લહેર કોંગ્રેસ તરફી છે અને ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જબરદસ્ત ટક્કર આપી શકે છે. જોકે, અત્યાર સુધી આવેલા આંકડાઓ સ્પષ્ટપણે...
04:11 PM Dec 03, 2023 IST | Hardik Shah
દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી હતી તે સમયે ઘણીવાર એવું કહેવામાં આવ્યું કે, આ વખતે લહેર કોંગ્રેસ તરફી છે અને ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જબરદસ્ત ટક્કર આપી શકે છે. જોકે, અત્યાર સુધી આવેલા આંકડાઓ સ્પષ્ટપણે...

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી હતી તે સમયે ઘણીવાર એવું કહેવામાં આવ્યું કે, આ વખતે લહેર કોંગ્રેસ તરફી છે અને ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જબરદસ્ત ટક્કર આપી શકે છે. જોકે, અત્યાર સુધી આવેલા આંકડાઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા  છે કે, કોંગ્રેસ ખાસ કરીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની આસપાસમાં પણ નથી.

મોદી મેજીક વન્સ અગેઇન!

મોદી મેજીક એકવાર ફરી જોવા મળ્યું છે અને વિપક્ષના એકવાર ફરી તમામ પ્રયત્નો ફેઇલ થતા જોવા મળી રહ્યા છે. જોકે, હજું અંતિમ પરિણામ આવવાનું બાકી છે. તાજતેરમાં બે પાર્ટીઓ વચ્ચે આંકડાનું અંતર વધારે દેખાઇ રહ્યું છે, જે ઓછું થાય તેવું પણ નથી લાગી રહ્યું. જણાવી દઇએ કે, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે થોડા જ કલાકોમાં સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવશે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્રણેય હિન્દીભાષી રાજ્યોમાં ભાજપને જંગી જીત મળતી હોય તેવું દેખાઇ રહ્યું છે. ભાજપ વલણમાં ખૂબ જ આગળ છે. મધ્યપ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવતી જોવા મળી રહી છે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં મોદી લહેર સ્પષ્ટ દેખાઈ રહી છે. જણાવી દઇએ કે, ત્રણેય રાજ્યોમાં વડાપ્રધાન ચૂંટણીનો ચહેરો હતા. આવી સ્થિતિમાં, બાકીના નેતાઓ અને જનતા જંગી બહુમતીનો શ્રેય વડાપ્રધાન મોદીને આપી રહ્યા છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જનતાનું દિલ ન જીતી શકી!

રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ એકવાર ફરી જનતાનું દિલ જીતશે તેવી પૂરી સંભાવનાઓ હતી. પણ આજે જોવા મળી રહેલા આંકડાઓ તેનાથી વિપરીત જોવા મળી રહ્યા છે. જીહા, આજે ચાર રાજ્યોમાં થયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે જેના શરૂઆતી વલણ અને હાલમાં જોવા મળી રહેલા વલણમાં ભાજપ સ્પષ્ટપણે બહુમતીમાં હોય તેવું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ પોતાનું ગઢ રાજસ્થાન અને છત્તીસગઢ પણ બચાવવામાં સફળ ન રહી જ્યારે ભાજપ મધ્ય પ્રદેશમાં પોતાની સરકાર બચાવવામાં સફળ થતી જોવા મળી રહી છે. આનાથી સમજી શકાય છે કે મોદી મેજીક એકવાર ફરી જોવા મળ્યું અને આ મેજીક સામે વિપક્ષ પૂરી રીતે ફેઇલ થયું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના ચાર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની મતગણતરી રવિવારે એટલે કે આજે સાવરથી શરૂ થઈ હતી. લોકસભાની ચૂંટણીમાં છ મહિનાથી પણ ઓછો સમય બાકી હોવાથી આ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને સેમીફાઇનલની રેસ તરીકે જોવામાં આવી રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા પર છે. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. મધ્યપ્રદેશની 230 બેઠકો, છત્તીસગઢની 90 બેઠકો, તેલંગાણાની 119 બેઠકો અને રાજસ્થાનની 199 બેઠકો માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ હતી.

આ પણ વાંચો - Assembly Election Result : મધ્ય પ્રદેશમાં ભાજપને મળવા જઇ રહી છે બમ્પર જીત, જાણો શું કહે છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

આ પણ વાંચો - Assembly Election Result : શું તમે જાણો છો કેવી રીતે થાય છે મતગણતરી ? જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Assembly Election ResultAssembly Election Result 2023BJPChhattisgarh Election ResultCongressElection resultMadhya Pradeshpm modiRajasthan Election ResultTelangana Election ResultVidhansabha ElectionVidhansabha Election 2023Vidhansabha Election Result
Next Article