Dahod : રાત્રે કડકડતી ઠંડીમાં પણ તાલુકા પંચાયત બહાર લોકોના ધામા
- દાહોદમાં KYCને લઈને લોકોને ભારે હાલાકી
- દાહોદ તાલુકા પંચાયત બહાર જ લોકોના ધામા
- KYC કરાવવા માટે રાત્રે જ આવીને ઉંઘી જાય છે લોકો
- કડકડતી ઠંડીમાં રાતભર બહાર સૂઈ રહે છે લોકો
- KYCની મંદ ગતિની કામગીરીથી જનતા પરેશાન
- રાત્રે કડકડતી ઠંડીમાં તા.પં. બહાર ઉંઘવા લોકો મજબૂર
- રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં KYC કરાયું છે ફરજિયાત
- છેલ્લા એક અઠવાડિયાથી દાહોદમાં છે આ સ્થિતિ
- સ્થાનિક તંત્રની ઢીલી નીતિનો સ્થાનિકો બની રહ્યા છે ભોગ
- બંધ કરાયેલા આધારકેન્દ્રો પુનઃ શરૂ કરવા સ્થાનિકોની માગ
Dahod Taluka Panchayat : લોકોને સામાન્ય સરકારી કામગિરી કરવા માટે પણ કેટલી હાડમારી ભોગવવી પડે છે તેનો દાખલો દાહોદમાં જોવા મળ્યો છે જ્યાં દાહોદ તાલુકા પંચાયત (Dahod Taluka Panchayat) ખાતે KYC માટે રાત્રે લોકોની લાંબી લાઈનો લાગી હતી. કડકડતી ઠંડીમાં લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનિય છે કે રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં KYC ફરજિયાત કરાયું છે અને તેના માટે પુરતી વ્યવસ્થા ના હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
KYCની કામગિરી માટે લોકોને ભારે હાલાકી
દાહોદતાલુકા પંચાયતમાં આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની કામગીરી અને KYCની કામગિરી માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને તેમની સરકારી કામગિરી કરાવવા માટે તાલુકા પંચાયતની કચેરી બંધ હોય ત્યારે પણ પોતાનો નંબર જલ્દી આવે તે માટે લાઇનો લગાવવી પડે છે.
ક્યાં સુધી તંત્રની ઢીલી કામગીરીના લીધે જનતા હેરાન થશે?
- કડકડતી ઠંડીમાં બહાર સૂઈ રહેતા લોકોની પણ તમને ચિંતા નથી?
- ગામડાની ભોળી જનતાના આરોગ્યનો પણ વિચાર નથી આવતો?
- તમારી આળસના લીધે ક્યાં સુધી લોકો ભોગવતા રહેશે?
- આટલી લાંબી લાઈનો હોય તો ઝડપથી કામ કેમ નથી કરતા?
- લોકોની હાલાકી દૂર કરવા માટે બીજી વ્યવસ્થા કેમ નથી કરાતી?
આ પણ વાંચો-----Dahod : BJP કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર!
KYC માટે રાત્રે લોકોની લાંબી લાઈનો લાગી
દાહોદ તાલુકા પંચાયત ખાતે KYC માટે રાત્રે લોકોની લાંબી લાઈનો લાગી હતી.આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની કામગીરી અને KYC માટે લોકો મોડી રાતથી જ લાઈનો લગાવીને બેઠા હતા. કડકડતી ઠંડીમાં પણ લોકો તાલુકા પંચાયત બહાર સૂતા નજરે પડ્યા હતા.તો બીજી તરફ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
લોકોએ પોતાના પગરખાં મુકીને લાઇન બનાવી
લોકોએ પોતાના પગરખાં મુકીને લાઇન બનાવી હતી. રાત્રે 11 વાગ્યા બાદ ગ્રામ્ય વિસ્તારના લોકો તો આવી કડકડતી ઠંડીમાં પણ તાલુકા પંચાયતની બહાર સુતેલા જોવા મળ્યા હતા. KYCની મંદ ગતિની કામગીરીથી જનતા પરેશાન થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટમાં KYC ફરજિયાત કરાયું છે
છેલ્લા એક અઠવાડિયાથી દાહોદમાં આ સ્થિતિ
નવાઇની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી દાહોદમાં આ સ્થિતિ છે અને સ્થાનિક તંત્રની ઢીલી નીતિનો સ્થાનિકો ભોગ બની રહ્યા છે. લોકોએ બંધ કરાયેલા આધારકેન્દ્રો પુનઃ શરૂ કરવા માગ કરી છે.
આ પણ વાંચો---Dahod : શિક્ષક ભરતી માટે ઉમેદવારો પાસે આશ્રમશાળાનાં ટ્રસ્ટી અને MLA ના પિતાએ માંગ્યા લાખો રૂપિયા! Video વાઇરલ