Tata Group એ દિવાળીની ભેટ આપી! 5 લાખ યુવાનોને રોજગારી આપશે
- Tata Group ના ચેરમેન લાખો નોકરી આપશે
- 5 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન
- લગભગ 10 કરોડ નોકરીઓ ઊભી કરવી પડશે
Tata Group to create 5,00,000 jobs : Tata Group એ ભારતના યુવાનો માટે રોજગારનો ઉત્તમ અવસર તૈયાર કર્યો છે. Tata Group દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આગામી 5 વર્ષની અંદર ભારતના યુવાનો પૈકી કુલ 5 લાખ યુવાનોને નોકરી આપવાની છે. ત્યારે Tata Group ના ચેરમેન એન ચંદ્રશેખરને આ અંગે નિવેદન જાહેર કર્યું છે. જોકે આ અંગે વધુ માહિતી Tata Group ના ચેરમેન આગામી દિવસોમાં રજૂ કરવાના છે.
Tata Group ના ચેરમેન લાખો નોકરી આપશે
Tata Group ના ચેરમેન N Chandrasekaran એ જણાવ્યું છે કે, સેમીકંડક્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને બેટરી સાથે જોડાયેલી કંપનીના અનેક વિભાગોમાં ભરતી કરવામાં આવશે. N Chandrasekaran એ ભારતીય ગુણવત્તા વ્યવસ્થાપન ફાઉન્ડેશનના કાર્યક્રમમાં આ અંગે માહિતી પૂરી પાડી હતી. આ દરમિયાન N Chandrasekaran એ મેન્યુફેક્ચરિંગ વિભાગમાં યુવાનોને નોકરી આપવાની માહિતી પૂરી પાડી છે. કારણ કે... ભારતના વિકાસમાં આ વિભાગો ખુબ જ મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો: શેરબજારમાં એન્ટ્રી! Garuda Construction and Engineeringના શેર આ ભાવે ખૂલ્યા
Tata Group to create 500,000 jobs in semiconductor, EV, battery & allied sectors in 5 yrs: Chairman N. Chandrasekaran.#MakeInIndia #JobCreation #Manufacturing pic.twitter.com/FDKHXgmgVR
— Taaza TV (@taazatv) October 15, 2024
5 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન
Tata Group ના ચેરમેન N Chandrasekaran ના પ્રમાણે, મેન્યુફેક્ચરિંગ નોકરીઓમાં વધારો કરવાથી વિકસિત ભારતનો લક્ષ્યાંક પૂરો કરી શકાશે. N Chandrasekaran એ કહ્યું કે ટાટા ગ્રુપ સેમિકન્ડક્ટર, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સંબંધિત આગામી 5 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન કરવા જઈ રહ્યું છે. Tata Group આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીથી સંબંધિત અનેક યુનિટ બનાવી રહ્યું છે.
લગભગ 10 કરોડ નોકરીઓ ઊભી કરવી પડશે
તેની અંદર ઘણી નાની-મોટી કંપનીઓ ખુલશે, જેનાથી નોકરીની તકો ઉભી થશે. Tata Group ના ચેરમેન N Chandrasekaran ને આ લક્ષ્ય હાંસલ કરવા માટે સરકારી સમર્થનની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ભારતે વધતા વર્કફોર્સને પહોંચી વળવા માટે લગભગ 10 કરોડ નોકરીઓ ઊભી કરવી પડશે.
આ પણ વાંચો: આ રાજ્યની મહિલાઓની દિવાળી સુધરી! તહેવાર પહેલા સરકારથી મળશે મોટી ભેટ!