હું સુપ્રિયાને પક્ષમાંથી નહીં કાઢું : અજિત પવાર
રવિવારે અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને તેમના સમર્થક ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું છે. NCP તરફથી મહારાષ્ટ્ર યુનિટના વડા જયંત પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે...
06:02 PM Jul 03, 2023 IST
|
Vipul Pandya
રવિવારે અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને તેમના સમર્થક ધારાસભ્યોને મંત્રી પદ મળ્યું છે. NCP તરફથી મહારાષ્ટ્ર યુનિટના વડા જયંત પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે NCPના 9 સભ્યોએ રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષને જાણ કર્યા વિના શપથ લીધા. તેમની આ ભૂમિકા ગેરકાયદેસર છે. તેમણે શરદ પવારને અંધારામાં રાખીને આ પગલું ભર્યું હતું. NCPની રાજ્ય શિસ્ત સમિતિએ તેમના પગલા પર હાર્ડ કોપી અને મેઇલ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને ગેરલાયકાતની અરજી મોકલી છે. આ ગેરલાયકાતની અરજી ઈ-મેલ અને વોટ્સએપ પર મોકલવામાં આવી છે.
શરદ પવાર એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે - અજિત પવાર
બીજી તરફ ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે, અમે મહારાષ્ટ્રના ભલા માટે આ નિર્ણય લીધો છે. અજિત પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે, ત્યારે તેમણે કહ્યું કે શું તમે ભૂલી ગયા છો કે શરદ પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
અજિત પવારે ગઠબંધનનું નામ બદલીને રાખ્યું 'મહાયુતિ'
અજિત પવારે ગઠબંધનનું નામ બદલીને મહાયુતિ રાખ્યું છે. તેમણે કહ્યું, હું સુપ્રિયા સુલેને હાંકી નહીં કાઢુ. તેમણે એમ પણ કહ્યું કે હું ઘણા વર્ષોથી વિધાનસભામાં છું. વિપક્ષના નેતાની પસંદગી કરવાનો અધિકાર સ્પીકરને છે, જેની સંખ્યા વધુ હોય તેને આ પદ મળે છે. આ બધું ધારાસભ્યોમાં ભ્રમ ફેલાવવા માટે થઈ રહ્યું છે. ઘણા ધારાસભ્યો અમારી સાથે છે, અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં જે પણ પ્રગતિ થઈ રહી છે તેમાં સહકાર આપીશું. જો કેન્દ્રની વિચારધારા અને રાજ્યની વિચારધારા અલગ હોય તો ફંડ મેળવવામાં તકલીફ પડે છે.
અમે અજિત પવારના નેતૃત્વમાં સરકારમાં સામેલ થયા
પ્રેસ કોન્ફરન્સમાં પ્રફુલ્લ પટેલે કહ્યું- અમે અજિત પવારના નેતૃત્વમાં સરકારમાં જોડાયા હતા. અમે સંગઠનમાં મોટા પાયે ભરતી શરૂ કરી છે. અજિત પવારને તમામ ધારાસભ્યોએ વિધાનસભાના નેતા તરીકે પસંદ કર્યા છે. અનિલ પાટીલને ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે, સ્પીકરને તેની જાણ કરવામાં આવી છે.
Next Article