ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pathankot માં મહિલા સ્ક્વોડ્રન લીડર પર હુમલો, એરફોર્સ મેસમાં કામ કરતા સર્વિસમેન દ્વારા કરાયો હુમલો

પંજાબના પઠાણકોટ એરફોર્સમાં તૈનાત મહિલા સ્ક્વોડ્રન લીડર અર્શિતા જયસ્વાલ પર હુમલો થયો છે. એરફોર્સ મેસમાં કામ કરતા એક સર્વિસમેને મહિલા સ્ક્વોડ્રનની લીડરને ખરાબ રીતે ઇજા પહોંચાડી છે. મળતી માહિતી મુજબ, સર્વિસમેને મહિલા પર ધારદાર હથિયાર વડે અનેક વાર હુમલો કર્યો...
06:09 PM Jul 17, 2023 IST | Dhruv Parmar
પંજાબના પઠાણકોટ એરફોર્સમાં તૈનાત મહિલા સ્ક્વોડ્રન લીડર અર્શિતા જયસ્વાલ પર હુમલો થયો છે. એરફોર્સ મેસમાં કામ કરતા એક સર્વિસમેને મહિલા સ્ક્વોડ્રનની લીડરને ખરાબ રીતે ઇજા પહોંચાડી છે. મળતી માહિતી મુજબ, સર્વિસમેને મહિલા પર ધારદાર હથિયાર વડે અનેક વાર હુમલો કર્યો...

પંજાબના પઠાણકોટ એરફોર્સમાં તૈનાત મહિલા સ્ક્વોડ્રન લીડર અર્શિતા જયસ્વાલ પર હુમલો થયો છે. એરફોર્સ મેસમાં કામ કરતા એક સર્વિસમેને મહિલા સ્ક્વોડ્રનની લીડરને ખરાબ રીતે ઇજા પહોંચાડી છે. મળતી માહિતી મુજબ, સર્વિસમેને મહિલા પર ધારદાર હથિયાર વડે અનેક વાર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે CCTVની મદદથી આરોપી સર્વિસમેનની ધરપકડ કરી હતી. હાલમાં સ્ક્વોડ્રન લીડરની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને વધુ સારી સારવાર માટે ચંદીગઢ રીફર કરવામાં આવ્યો છે.

પઠાણકોટ પોલીસ તપાસમાં લાગી

પંજાબ પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને પોલીસે CCTV ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે. તેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી જે એરફોર્સ મેસમાં જ સર્વિસમેન તરીકે પોસ્ટેડ હતો. પઠાણકોટ પોલીસ હવે તે સર્વિસમેનની પૂછપરછ કરી રહી છે.

DSP એ સમગ્ર મામલો જણાવ્યો હતો

આ વિશે વાત કરતા DSP લખવિંદર સિંહે કહ્યું કે તેમને માહિતી મળી હતી કે એક મહિલા સ્ક્વોડ્રન લીડરને કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાયલ કર્યા છે. સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ મેસ એટેન્ડન્ટે જ મહિલા સ્ક્વોડ્રન લીડરને ઇજા પહોંચાડી હતી. જેના કારણે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : સીમાને ભારત મોકલવાનું પાકિસ્તાનનું ષડ્યંત્ર…!, UP ATS એ શરુ કરી તપાસ

Tags :
air force messCCTVIndiaNationalPathankotpathankot air stationservicemanwoman squadron
Next Article