ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Balochistan : સતત બીજા દિવસે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલા!

બલુચિસ્તાનની રાજધાની ક્વેટા અને સિબીમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર બે અલગ અલગ હુમલા થયા હોવાની માહિતી સામે આવી છે.
12:27 AM May 10, 2025 IST | Vipul Sen
બલુચિસ્તાનની રાજધાની ક્વેટા અને સિબીમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર બે અલગ અલગ હુમલા થયા હોવાની માહિતી સામે આવી છે.
Baluch_Gujarat_first 1
  1. Balochistan માં પાકિસ્તાની સુરક્ષા દળોને ફરી નિશાન બનાવવા
  2. ક્વેટા અને સિબીમાં સુરક્ષા દળો પર એક બાદ એક હુમલા થયા
  3. ફૈઝાબાદ વિસ્તારમાં સ્થિત એક ચેકપોસ્ટ પર સશસ્ત્ર હુમલાખોરોનો હુમલો
  4. સિબ્બી બાયપાસ નજીક પાકિસ્તાની સેનાના મુખ્ય કેમ્પ પર હેન્ડ ગ્રેનેડ હુમલો

Balochistan : એક તરફ જ્યાં પાકિસ્તાનને તેનાં હુમલાનો ભારત તરફથી જડબાતોડ જવાબ મળી રહ્યો છે ત્યારે બીજી તરફ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોને (Pakistani security forces) નિશાન બનાવવામાં આવ્યા છે. બલુચિસ્તાનની રાજધાની ક્વેટા અને સિબીમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર બે અલગ અલગ હુમલા થયા હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો - India-Pakistan War : આ તણાવ શક્ય તેટલી ઝડપથી ઓછો થાય - અમેરિકા

ક્વેટા અને સિબીમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલા!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલુચિસ્તાનમાં (Balochistan) પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. બલુચિસ્તાનની રાજધાની ક્વેટા અને સિબીમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર બે અલગ-અલગ હુમલા થયા છે. સૂત્રો અનુસાર, ક્વેટ્ટાના ફૈઝાબાદ ( Faizabad) વિસ્તારમાં સ્થિત એક ચેકપોસ્ટ પર સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો. પહેલા બે મોટા વિસ્ફોટ થયા અને પછી ભારે ગોળીબાર થયો હતો. બીજી એક ઘટનામાં, સિબ્બી બાયપાસ નજીક સ્થિત પાકિસ્તાની સેનાના મુખ્ય કેમ્પને હેન્ડ ગ્રેનેડ હુમલા દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - India-Pakistan War : પાકિસ્તાનના રાજકારણમાં નવાઝ શરીફની એન્ટ્રી...યુદ્ધ અટકાવવા કરી અપીલ

ગઈકાલે પણ ક્વેટામાં એક પછી એક ચાર સ્થળોએ સુરક્ષા દળો પર સંગઠિત હુમલા

રિપોર્ટ અનુસાર, ગુરુવારે, બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં એક પછી એક ચાર સ્થળોએ સુરક્ષા દળો પર સંગઠિત હુમલાઓ થયા હતા. આ હુમલાઓમાં ભારે વિસ્ફોટ અને ગોળીબારની પુષ્ટિ થઈ હતી. પહેલો હુમલો ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલય પર થયો હતો, જ્યાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અનેક મોટા વિસ્ફોટો પછી, સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. બીજા હુમલામાં, કેપ્ટન સફર ખાન ચેકપોસ્ટ (જંગલ બાગ, કમ્બરાની રોડ) ને નિશાન બનાવવામાં આવી. આ સમય દરમિયાન, ઓછામાં ઓછા બે શક્તિશાળી વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ત્રીજા હુમલામાં હજારા ટાઉનમાં કરણી રોડ પર એક સુરક્ષા ચોકીને નિશાન બનાવવામાં આવી હતી, જોકે આ હુમલામાં થયેલા નુકસાન કે જાનહાનિની ​​સ્થિતિ સ્પષ્ટ નથી. ચોથો હુમલો આરીફ ગલી નજીક સ્થિત એન્ટી-નાર્કોટિક્સ ફોર્સ (ANF) કેમ્પ પર થયો હતો. આ કેમ્પ બોરમા હોટેલ પાસે આવેલો છે.

આ પણ વાંચો - India Pakistan War: પાકિસ્તાની સાંસદે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને ગણાવ્યા કાયર

 

  • Beta

Beta feature

Tags :
Anti-Narcotics ForceAttack on Pakistani security forcesBalochistanCaptain Safar Khan CheckpostFaizabadFrontier CorpsgujaratfirstnewsPakistanQuetta and SibiTop Gujarati New
Next Article