Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh : પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ: ભાજપ નગરસેવકની અરજીથી જૂનાગઢમાં ચકચાર

Junagadh : જૂનાગઢમાં તાજેતરમાં એક અણધાર્યો વિવાદ સર્જાયો છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પ્રખ્યાત ઢોલક વાદક હાજી રમકડું (મીર હાજી કાસમ)નું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ થતા રાજકીય ચકચાર મચી ગઈ છે. માત્ર બે દિવસ પહેલા 25 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી હતી, જેમાં હાજી રમકડુંને તેમની આઠ દાયકાની અવિરત કલા યાત્રા માટે પદ્મશ્રી એનાયત કરાયો હતો.
junagadh   પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ  ભાજપ નગરસેવકની અરજીથી જૂનાગઢમાં ચકચાર
Advertisement
  • Junagadh : પદ્મશ્રી જાહેરાતના બે દિવસમાં જ વિવાદ: હાજી રમકડુંના મતાધિકાર પર સંકટ?
  • જૂનાગઢમાં મોટો હોબાળો: ભાજપ કોર્પોરેટરે પદ્મશ્રી વિજેતાનું નામ કાઢવા અરજી કરી
  • પદ્મશ્રીની કદર થતાં જ મતદાર યાદીમાંથી નામ કાઢવાનો વિવાદ: કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ
  • હાજી રમકડુંની પદ્મશ્રી ઉજવણી વચ્ચે મતદાર યાદી વિવાદ: લલિત પણસારાની કાર્યવાહીની માંગ

Junagadh : જૂનાગઢમાં તાજેતરમાં એક અણધાર્યો વિવાદ સર્જાયો છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પ્રખ્યાત ઢોલક વાદક હાજી રમકડું (મીર હાજી કાસમ)નું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ થતા રાજકીય ચકચાર મચી ગઈ છે. માત્ર બે દિવસ પહેલા 25 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી હતી, જેમાં હાજી રમકડુંને તેમની આઠ દાયકાની અવિરત કલા યાત્રા માટે પદ્મશ્રી એનાયત કરાયો હતો. આ જાહેરાત બાદ જૂનાગઢના ધારાસભ્ય સહિત અનેક નેતાઓએ તેમના નિવાસસ્થાને જઈને સન્માન કર્યું હતું અને જૂનાગઢના ગૌરવ તરીકે ઉચ્ચારણ કર્યું હતું.

પદ્મશ્રીનું નામ બાકાત કરવાની અરજી

પરંતુ આ ઉજવણીના બે દિવસમાં જ વોર્ડ નં. 7ના ભાજપ નગરસેવક સંજય મણવરે ચૂંટણી પંચમાં ફોર્મ નં. 7 રજૂ કરીને હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાની અરજી કરી છે. અરજીમાં કારણ તરીકે જણાવવામાં આવ્યું છે કે તેઓ અન્યત્ર સ્થળાંતર થઈ ગયા છે. આ અરજી જાહેર થતાં જ જૂનાગઢમાં રાજકીય હલચલ મચી ગઈ છે.

Advertisement

ભાજપ નગરસેવકનું કારનામું

કોંગ્રેસના નગરસેવકોએ આને ગંભીર મુદ્દો બનાવ્યો છે. મનપાના વિપક્ષ નેતા લલિત પણસારાએ ભાજપ અને ચૂંટણી પંચની કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે, "જે વ્યક્તિને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું હોય તેના મતાધિકાર પર આવો પ્રયાસ થાય તો તે શરમજનક છે. ભાજપના નગરસેવક સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ." કોંગ્રેસ પક્ષે આને રાજકીય બદલો અને મતદારોના અધિકારોનું અપમાન ગણાવ્યું છે.

Advertisement

હાજી રમકડું જૂનાગઢના બાટવાના વતની

હાજી રમકડું જૂનાગઢના બાટવા ગામમાં 1951માં જન્મ્યા હતા અને છેલ્લા 80 વર્ષથી ઢોલક વાદનની કળાને જીવંત રાખી છે. તેમની કળાએ જૂનાગઢને દેશ-વિદેશમાં ઓળખ અપાવી છે. પદ્મશ્રી જાહેરાત બાદ તેમને લોકોની શુભેચ્છાઓ મળી રહી છે, પરંતુ આ વિવાદે તેમના નામને અન્ય રીતે ચર્ચામાં લાવ્યું છે.

ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ-7 પર સુનાવણી બાદ જ નિર્ણય લેવામાં આવે છે, તેથી હજુ અંતિમ નિર્ણય બાકી છે. આ ઘટના મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા દરમિયાન થઈ હોવાથી તેની તપાસ અને પારદર્શિતા પર સૌની નજર રહેશે. જૂનાગઢના લોકો આ વિવાદને કઈ રીતે જુએ છે તે સમય જણાશે.

આ પણ વાંચો- Mehsana: ‘દરગાહમાં કેમ આવ્યો?’ કહી ધવલ ગજ્જર પર હુમલો, 9 શખ્સો સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×