AUS vs IND: જસપ્રીત બુમરાહે વિકેટની બેવડી સદી પૂરી કરી જુઓ Video
- ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (Jasprit bumrah) ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી
- બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે સેમ કોન્સ્ટાસને આઉટ કર્યો
- સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનાર ભારતીય ક્રિકેટર
Melbourne: ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (Jasprit bumrah)ટેસ્ટમાં તેમની 200 વિકેટ ઝડપી છે. તેણે બોક્સિંગ ડે ટેસ્ટના ત્રીજા દિવસે સેમ કોન્સ્ટાસને આઉટ કર્યો હતો. આ તેની 199મી વિકેટ હતી. આ પછી તેણે ટ્રેવિસ હેડને આઉટ કર્યો, જેણે છેલ્લી બે ટેસ્ટમાં બે સદી ફટકારી હતી. નીતીશ કુમાર રેડ્ડીએ તેનો કેચ પકડી લીધો હતો. બુમરાહે (Jasprit bumrah) 2018માં ભારત માટે ટેસ્ટ ક્રિકેટ (Cricket)માં ડેબ્યૂ કર્યું હતું.
સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનાર ભારતીય
જસપ્રીત બુમરાહ (Jasprit bumrah) ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે પોતાની કારકિર્દીના 8484મા બોલ પર હેડને આઉટ કર્યા છે. દુનિયામાં સૌથી ઓછા બોલ પર 200 વિકેટ લેવાનો રેકોર્ડ પાકિસ્તાનના વકાર યુનિસના નામે છે. 1989માં ડેબ્યૂ કરનાર વકારે 7725 બોલમાં 200 વિકેટ પૂરી કરી હતી. બુમરાહ આ યાદીમાં વિશ્વમાં ચોથા સ્થાને છે.
જાણો ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ:
7725- વકાર યુનિસ
7848- ડેલ સ્ટેઈન
8153- કાગીસો રબાડા
8484- જસપ્રીત બુમરાહ (Jasprit bumrah)