ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sydney ના ગોલ્ફ મેદાનમાં પ્લેનનું ક્રેશ લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

Sydney Golf Club : વિમાન ગોલ્ફ કોર્સ તરફ આવ્યું અને અચાનક જમીન પર અથડાયું હતું. ટક્કર પછી થોડા સમય માટે ઢસડાઇને થોડું દૂર ગયું
02:48 PM Aug 18, 2025 IST | PARTH PANDYA
Sydney Golf Club : વિમાન ગોલ્ફ કોર્સ તરફ આવ્યું અને અચાનક જમીન પર અથડાયું હતું. ટક્કર પછી થોડા સમય માટે ઢસડાઇને થોડું દૂર ગયું

Sydney Golf Club : ઓસ્ટ્રેલિયાના સિડની (Australia - Sydney) માં એક વિમાન ક્રેશ થવા (Plane Crash In Golf Club) નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળ્યા અનુસાર. એક નાનું સિંગલ એન્જિનવાળું વિમાન (Single Engine Plane Accident) અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં બે લોકો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ચમત્કારિક રીતે અકસ્માતની ઘટનામાં બંને બચી ગયા છે. આ ઘટના રવિવારે (સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે) બની હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

બંને લોકો સુરક્ષિત હોવાનો દાવો

સુત્રોએ જણાવ્યું કે, એક ટ્રેનર અને એક વિદ્યાર્થી પાઇલટ વિમાનમાં હતા. આ દરમિયાન વિમાન અચાનક ગોલ્ફ કોર્સ પર ક્રેશ (Plane Crash In Golf Club) થઈ ગયું હતું. ત્યાં હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો, જે હવે વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વિમાન ગોલ્ફ કોર્સ તરફ આવ્યું અને અચાનક જમીન પર અથડાયું હતું. ટક્કર પછી થોડા સમય માટે, તે જમીન પર ઢસડાઇને થોડું દૂર ગયું હતું અને બાદમાં પછી અટકી ગયું હતું.

બંને લોકો સુરક્ષિત હોવાનો દાવો

આ અકસ્માતની ઘટનામાં વિમાનને નુકસાન Plane Crash In Golf Club) થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ ચમત્કારિક રીતે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. વિમાનમાં સવાર બંને લોકો સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ક્રેશ લેન્ડિંગ પછી વિમાનમાં આગ પણ લાગી ન્હતી, જેના કારણે મોટી ઘટના બનતી અટકી ગઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઉડાન દરમિયાન ટેકનિકલ ખામીને કારણે વિમાનનું ઇમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે

ઘટના પછી તરત જ રાહત-બચાવ ટીમને તેની જાણ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર Plane Crash In Golf Club) બંને મુસાફરો 50 વર્ષની ઉંમરના હતા અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા, પહેલા ઘટનાસ્થળે જ સારવાર આપવામાં આવી હતી. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.

બચાવ કામગીરી શરૂ કરવામાં આવી

વિમાન દુર્ઘટના Plane Crash In Golf Club) પછી, ત્યાં હાજર લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. સાથે જ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. હવે FAA ની તપાસ ટીમ વિમાનના કાટમાળનું નિરીક્ષણ કરશે, અને જાણશે કે,  શું આ અકસ્માત એન્જિન ફેલ થવાને કારણે થયો છે કે અન્ય કારણોસર?

આ પણ વાંચો ----- Air India ની મિલાન-દિલ્હી ફ્લાઈટ ટેકનિકલ ખામીને કારણે રદ કરાઈ

Tags :
AirplaneCrashAUSTRAILIAEmergencylandingEngineFailFAAGujaratFirstsydney
Next Article