ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આજથી પ્રતિબંધ !
- આજ રાતથી ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષની નીચેના બાળકો સો. મીડિયા ઉપયોગ નહીં કરી શકે
- આકરા નિયમો લાદતા 10 પ્લેટફોર્મ્સ દ્વારા નિયમની અમલવારી શરૂ
- નિયમોનો ભંગ કરનાર વિરૂદ્ધ આકરા દંડની જોગવાઇ
Australia Under-16 Social Media Ban : સોશિયલ મીડિયાની કુમળા મગર પર અસરોને ધ્યાને રાખીને ઓસ્ટ્રેલિયા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા દ્વારા આજ રાતથી 16 વર્ષથી ઓછી ઉંમરના સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો તેનો ઉપયોગ નહીં કરી શકે. મુખ્ય 10 સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તાની ઉંમર 16 વર્ષ કરતા વધારે હોવી જોઇએ. કોઇ પ્લેટફોર્મ આ નિયમનું ભંગ કરતા ઝડપાયું તો 33 મિલિયન ડોલર સુધીનો દંડ કરવાની જોગવાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નિર્ણયને પોણા ભાગના ઓસ્ટ્રેલિયન નાગરિકો દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે. છતાં કેટલાક લોકોએ આ નિયમની અમલવારીને લઇને શંકા વ્યક્ત કરી હતી.
10 પ્લેસફોર્મ્સનો સમાવેશ
આપણે સોશિયલ મીડિયાના જમાનામાં જીવી રહ્યા છે. જેમાં ઇન્ટરનેટની બાળમાનસ પર થતી આડઅસરોને નકારી શકાય તેમ નથી. જેને ધ્યાને રાખીને ઓસ્ટ્રોલિયા દ્વારા 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં યુટ્યૂબ, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટીકટોક, સ્નેપચેટ, થ્રેડ્સ, એક્સ, ટ્વીચ, રેડિટ અને કીક સહિતના 10 પ્લેફોર્મ્સનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 16 વર્ષથી ઓછી ઉંમરના જે કોઇ એકાઉન્ટ કાર્યરત હશે, તે તમામ આજ રાતથી બંધ થઇ જશે.
આ નિયમની અસર નહીં થાય
બીજી તરફ આ નિયમની અમલવારી પ્લેટફોર્મ્સ દ્વારા કડકાઇપૂર્વક કરવામાં આવે તે માટે પણ સરાકરે આકરા દંડ લાગુ કર્યા છે. જો કોઇ પ્લેટફોર્મ નિયમની અમલવારીમાં ઉણું ઉતર્યું તો, 33 મિલિયન ડોલર સુધીનો આકરો દંડ ફટકારવાની જોગવાઇ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની સરકારના આ નિર્ણય જોડે 73 ટકા નાગરિકો સહતમ થયા છે. જો કે, 68 ટકા નાગરિકોનું કહેવું છે કે, આ નિયમની અસર નહીં થાય. અને બાળકો કોઇ પણ રીતે સોશિયલર મીડિયા એકાઉન્ટને એક્સેસ કરવાનો રસ્તો કાઢી લેશે.
દુનિયાભરમાં સરાહના થઇ રહી છે
અત્રે નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા દ્વારા લેવાયેલા નિર્ણયની દુનિયાભરમાં સરાહના થઇ રહી છે. દુનિયાભરના દેશો ઓસ્ટ્રેલિયાના પગલાં પર આગળ વધતા બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની દિશામાં વિચારતા થઇ ગયા છે, જેની અસર આગામી સમયમાં નિયમરૂપે સામે આવે તો નવાઇ નહીં.
આ પણ વાંચો ------- Donald Trump ની લવારી, મહિલા સેક્રેટરી અંગે કહ્યું, 'તેનો ચહેરો સુંદર, અને હોઠ મશીન ગન જેવા છે'