Virat Kohli નો વર્લ્ડ રેકોર્ડ ખતરામાં, મેક્સવેલે નજીકમાં દસ્તક દીધી
- વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડને તગડી ચેલેન્જ મળી રહી છે
- ગ્લેન મેક્સવેલે શાનદાર રીતે ટોપ 7 માં પ્રવેશ મેળવ્યો
- આવું જ રહ્યું તો, વિરાટનો રેકોર્ડ ભૂતકાળ બની જશે
Virat Kohli World Record : ઓસ્ટ્રેલિયાના ડેશિંગ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે (Australian All Rounder Glenn Maxwell) દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 I મેચમાં પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. 173 રનના લક્ષ્યનો પીછો કરતા, મેક્સવેલે 36 બોલમાં 8 ચોગ્ગા અને 2 ગગનચુંબી છગ્ગાની મદદથી 62 રનની અણનમ ઇનિંગ રમી છે. ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી, તેણે ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગા ફટકારીને પોતાની ટીમ માટે આ રોમાંચક મેચ જીતી લીધી છે. આ જીત સાથે મેક્સવેલ (Australian All Rounder Glenn Maxwell) ને T20 I માં સફળ રન ચેઝ (Run Chase) માં સૌથી વધુ સ્કોર બનાવવાનો ફાયદો થયો છે.
ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરને પાછળ છોડી દીધો
T20 I માં સફળ રન ચેઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં, ગ્લેન મેક્સવેલ 1231 રન સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ યાદીમાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જોસ બટલરને પાછળ છોડી દીધો છે. બીજી બાજુ, જો આપણે T20 I માં સફળ રન ચેઝમાં સૌથી વધુ રન બનાવવાના વિશ્વ રેકોર્ડની વાત કરીએ, તો નિવૃત્તિ પછી પણ આ રેકોર્ડ ચેઝમાસ્ટર વિરાટ કોહલીના (Chase Master Virat Kohli - World Record) નામે છે. કોહલીએ પોતાની T20 I કારકિર્દીમાં 4188 રન બનાવ્યા હતા, જેમાંથી 1651 રન સફળ રન ચેઝમાં બનાવ્યા હતા.
T20I માં સફળ રન ચેઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન
- 1651 રન - વિરાટ કોહલી (135.43 SR)
- 1403 રન - બાબર આઝમ (130.26 SR)
- 1326 રન - ડેવિડ વોર્નર (150.16 SR)
- 1273 રન - મોહમ્મદ રિઝવાન (128.58 SR)
- 1252 રન - રોહિત શર્મા (131.92 SR)
- 1231 રન - ગ્લેન મેક્સવેલ (160.28 SR)
- 1213 રન - જોસ બટલર (151.24 SR)
વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડવા માટે પૂરતો સમય
વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ વચ્ચે ફક્ત 420 રનનો તફાવત છે. 36 વર્ષીય મેક્સવેલ આગામી વર્ષના T20 વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેની પાસે વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડવા માટે પૂરતો સમય છે. બાબર આઝમ 1403 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે, પરંતુ હવે પાકિસ્તાનની T20 ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત લાગતું નથી.
આ પણ વાંચો ----- Suryakumar Yadav ના ફિટનેસ ટેસ્ટનું આવ્યું પરિણામ,Asia Cupની મળશે કેપ્ટનશીપ!