Savli: ચૂંટણી જંગ બન્યું યુદ્ધનું મેદાન, ફોર્મ ભરતી વખતે બે જૂથો વચ્ચે મારામારી
- Savli માં ઉમેદવારી પત્રો ભરવા આવેલા બે જૂથો વચ્ચે મારામારી!
- સાવલી તા. પંચાયતના પ્રાંગણમાં ફોર્મ ભરવા મુદ્દે સમર્થકો બાખડ્યા
- બે વિરોધી જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી અને હિંસક દ્રશ્યો સર્જાયા
- સાવલી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
- કચેરીમાં અફરાતફરી મચતા અરજદારો અને કર્મચારીઓમાં ભયનો માહોલ
- પોલીસે બંદોબસ્ત કડક કર્યો, તોફાની તત્વો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ
Savli: વડોદરા જિલ્લાના સાવલીમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા જ વાતાવરણ તંગ બની ગયું છે. સાવલી તાલુકા પંચાયત (Savli Taluka Panchayat) કચેરીના પ્રાંગણમાં ઉમેદવારી પત્રો (Nomination Papers) ભરવા માટે આવેલા બે વિરોધી જૂથો વચ્ચે અચાનક બોલાચાલી બાદ હિંસક અથડામણ (Savli Group Clash) સર્જાતા નાસભાગ મચી ગઈ હતી.
તંગદિલી અને મારામારી
ઘટનાની વિગત મુજબ, આજે સવારથી જ સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન કોઈ કારણોસર બે જૂથો વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષના લોકો વચ્ચે છૂટા હાથની મારામારી (Physical Altercation) શરૂ થઈ ગઈ હતી. કચેરીના પ્રાંગણમાં જ સમર્થકો એકબીજા પર તૂટી પડ્યા હતા, જેના કારણે ત્યાં હાજર અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Clash between two groups in Savli Vadodara during nomination
Vadodara | Savli માં ઉમેદવારી પત્રો ભરવા આવેલા બે જૂથો વચ્ચે મારામારી | Gujarat First
Savli Police એ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ઉમેદવારી પત્રો ભરવા આવેલા બે જૂથો વચ્ચે મારામારીના… pic.twitter.com/gKpBI9r4qu
— Gujarat First (@GujaratFirst) April 11, 2026
Savli પોલીસનો હસ્તક્ષેપ
સ્થિતિ વણસતી જોઈને ત્યાં તૈનાત સાવલી પોલીસ (Savli Police) તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે બંને જૂથોને છૂટા પાડવા માટે હળવો લાઠીચાર્જ (Lathi Charge) કરવાની ફરજ પડી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં સાવલી પોલીસે કચેરીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Security Arrangement) ગોઠવી દીધો છે.
ચૂંટણી પૂર્વેનો ગરમાવો
આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં આવી હિંસા (Violence) વરવું દ્રશ્ય રજૂ કરે છે. પોલીસે મારામારી કરનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : Amreli: બગસરામાં કોલેજની 'કુંવરી'ને આપી ટિકિટ, GEN-Z પર ભાજપનો દાવ


