ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ayodhya : કાર્યકર્તાઓ છે કે પછી અખાડાના પહેલવાનો? SP ના કાર્યકરો વચ્ચે ઝપાઝપી Video

અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં અનોખું દ્રશ્ય કાર્યક્રમ દરમિયાન સપા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી ફોટા પડાવવા બદલ મહિલા કાર્યકર સાથે પણ ગેરવર્તણૂક અયોધ્યા (Ayodhya)માં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યક્રમમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ એકબીજા...
10:21 AM Oct 14, 2024 IST | Dhruv Parmar
અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં અનોખું દ્રશ્ય કાર્યક્રમ દરમિયાન સપા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી ફોટા પડાવવા બદલ મહિલા કાર્યકર સાથે પણ ગેરવર્તણૂક અયોધ્યા (Ayodhya)માં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યક્રમમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ એકબીજા...
  1. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં અનોખું દ્રશ્ય
  2. કાર્યક્રમ દરમિયાન સપા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી
  3. ફોટા પડાવવા બદલ મહિલા કાર્યકર સાથે પણ ગેરવર્તણૂક

અયોધ્યા (Ayodhya)માં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યક્રમમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા. અયોધ્યા (Ayodhya) સર્કિટ હાઉસમાં સમાજવાદી પ્રદેશ અધ્યક્ષ શ્યામ લાલ પાલના કાર્યક્રમ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન અહીં થયેલી દુર્વ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સર્કિટ હાઉસની બહાર ફોટા પડાવવા બદલ મહિલા કાર્યકર સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી.

કાર્યકરોએ સપા ઉપાધ્યક્ષ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. સપાના પ્રદેશ અધ્યક્ષ આવતા મામલો શાંત પડ્યો.

સપાના નેતાઓ અગાઉ પણ શિસ્ત તોડી ચૂક્યા છે...

સમાજવાદી પાર્ટી (SP)ના નેતાઓએ અગાઉ પણ શિસ્ત તોડી છે. ઘણા નેતાઓ આ કેસોમાં ગંભીર આરોપોનો સામનો કરી ચૂક્યા છે અને જેલમાં પણ છે. અયોધ્યા (Ayodhya)ની ફૈઝાબાદ સંસદીય બેઠક પરથી જીત મેળવ્યા બાદ સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરો ખૂબ જ ખુશ છે. જોકે, મોઈદ ખાન પર ગેંગ રેપનો આરોપ લાગ્યા બાદ પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ મામલામાં સપા અને કોંગ્રેસે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે કારણ કે તેમના DNA મેચ નથી થતા.

આ પણ વાંચો : Baba Siddiqui Murder ની તપાસ મુંબઇ પોલીસના આ ખતરનાક ઓફિસર કરશે...

આરોપી મોઇદ ખાનનો નોકર છે...

71 વર્ષના મોઈદ ખાનને ગેંગ રેપ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. કાર્યવાહી કરીને સરકારે તેની બેકરી અને ઘર પણ તોડી પાડ્યું હતું. બાદમાં કોર્ટે DNA રિપોર્ટ માંગ્યો હતો, જેમાં મોઇદ ખાનના નોકર રાજુ ખાનના DNA પીડિતાના ભ્રૂણ સાથે મેચ થયા હતા. આ કેસમાં 12 વર્ષની સગીર પર બળાત્કાર થયો હતો અને તે ગર્ભવતી બની હતી. જોકે, બાદમાં તેણીને કસુવાવડ થઈ હતી. આ કેસમાં જ મોઇદ ખાનને મુખ્ય આરોપી બનાવીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, 100 થી વધુ મુસાફરો હતા સવાર...

Tags :
Ayodhyaayodhya newsGujarati NewsIndiaMoid KhanNationalSamajwadi PartySP
Next Article