અયોધ્યામાં 26.17 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો, રામ કી પૌડી પર રામાયણનો લેસર શો
- Deepotsav : અયોધ્યામાં 26.17 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ
- અયોધ્યા નગરી 29 લાખ દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી
- 2,128 પુજારીઓએ એકસાથે ભવ્ય સરયુ આરતી કરી
ભગવાન શ્રી રામની પાવન નગરી અયોધ્યામાં આજે રવિવાર, 19 ઑક્ટોબરે 9મા દીપોત્સવની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે રામ મંદિરમાં દીવા પ્રગટાવીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ વિરાટ ઉજવણી દરમિયાન અયોધ્યાએ એકસાથે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચ્યો છે. સમગ્ર અયોધ્યા નગરી લગભગ 29 લાખ દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી હતી, જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 'રામ કી પૌડી' હતું, આ ભવ્ય આયોજન દ્વારા અયોધ્યાએ સમગ્ર વિશ્વને તેના ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો પરિચય કરાવ્યો.
Deepotsav : 29 લાખ દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠી
ઉલ્લેખનીય છે કે પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ રેકોર્ડ રામ કી પૌડી સહિત સમગ્ર અયોધ્યામાં એકસાથે 26,17,215 દીવાઓ પ્રગટાવવાનો હતો, જે ગયા વર્ષના રેકોર્ડને તોડીને એક નવો વિશ્વ વિક્રમ બન્યો છે. આટલી મોટી સંખ્યામાં દીવાઓની ગણતરીમાં ચોકસાઈ લાવવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, બીજો વિશ્વ વિક્રમ સરયુ નદીના કિનારે સર્જાયો હતો, જ્યાં 2,128 પુજારીઓએ એકસાથે ભવ્ય સરયુ આરતી કરી હતી. આ સામૂહિક આરતીનું દૃશ્ય આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક બની રહ્યું હતું. દીપોત્સવની ભવ્યતામાં વધારો કરવા માટે, રામ કી પૌડી ખાતે આકર્ષક લેસર લાઇટ શોનું આયોજન થયું હતું, અને 1,100 ડ્રોન સાથેનો વિશેષ શો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેનાથી અયોધ્યાનું આકાશ દિવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ નવમો દીપોત્સવ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ અને આસ્થાનું અવિસ્મરણીય પ્રદર્શન બની રહ્યો.
Deepotsav : અયોધ્યામાં નવમી વખત દીપોત્સવનું ભવ્ય આયોજન
આ સતત નવમો દીપોત્સવ હતો, જેની ભવ્યતાના સાક્ષી બન્યા બાદ દુનિયાએ કહ્યું કે હવે અયોધ્યા તેના તેજસ્વી વર્તમાન સાથે રુબરુ થઈ રહ્યું છે. આ ઐતિહાસિક ઉજવણી દરમિયાન અયોધ્યાના નામ પર બે નવા વિશ્વ કીર્તિમાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયા છે.
દીવા પ્રગટાવવાનો રેકોર્ડ: રામ કી પૌડીના 56 ઘાટો પર એકસાથે 26.11 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જે એક નવો વિશ્વ વિક્રમ બન્યો છે.સામૂહિક આરતીનો રેકોર્ડ: સરયુ નદીના કિનારે 2,128 પુજારીઓએ એકસાથે મહાઆરતી કરી, જે બીજો વર્લ્ડ રેકોર્ડ બની હતી.
દીવાઓની ગણતરીમાં ચોકસાઈ લાવવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સ્વપ્નિલ દંગારીકર અને કન્સલ્ટન્ટ નિશ્ચલ બરોટે ડ્રોનથી દીવાની ગણતરી કર્યા બાદ આ નવા કીર્તિમાનની સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે રામ મંદિરમાં દીવા પ્રગટાવીને દીપોત્સવની શરૂઆત કરી હતી. આ સિવાય, રામ કી પૌડી ખાતે આકર્ષક લેસર શો અને 1,100 ડ્રોન સાથેનો વિશેષ શો પણ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર ઉત્સવને દિવ્યતાની ચરમસીમા પર પહોંચાડ્યો હતો.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર કર્યા આકરા પ્રહાર, રામ ભકતો પર ચલાવી ગોળીઓ