Ayodhya માં સાધુઓએ યુવતીની કરી છેડતી! યુવકોએ થપ્પડ-ચપ્પલનો માર માર્યો
- સાધુના વેશમાં અયોધ્યામાં યુવતીની છેડતી
- સાધુઓને યુવકોએ સરાજાહેર ઢોર માર માર્યો
- પોલીસ અનુસાર આ ઘટના ગેરસમજને કારણે થઈ
Ayodhya viral video : સાધુઓ સાથે મારપીટ કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલામાં સાધુઓને સરાજાહેર રસ્તા ઉપર ચપ્પલ અને થપ્પડનો ઢોર માર મારવામાં આવે છે. જોકે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વીડિયોમાં બે સાધુઓ બાઈક લઈને જતા દેખાઈ રહ્યા છે. તો આ સાધુઓની સાથે એક વ્યક્તિ મારપીટ કરવા લાગે છે. ત્યારે ઘટનાસ્થળ ઉપર હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો.
સાધુના વેશમાં અયોધ્યામાં યુવતીની છેડતી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાંથી આ ઘટના સામે આવી છે. જોકે અયોધ્યામાં આવેલા ગુપ્તારઘાટ વિસ્તારનો આ મામલો છે. આ ઘટનામાં બાઈક ઉપર બે સાધુઓ જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર જતા સાધુઓ ઉપર બે યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કારણ કે... યુવકોના જણાવ્યા અનુસરા જ્યારે તેઓ રસ્તા ઉપરથી જઈ રહ્યા હતા. ત્યારે તેમની સાથે રહેલી તેમની બહેન સાથે છેડતી કરવામાં આવી હતી. જોકે આ ઘટનાની જાણ યુવકોને થઈ હતી. ત્યારે યુવકોએ તેમને કપડા કાઢીને ઢોર માર માર્યો હતો.
આ પણ વાંચો: Food Blogger ને દુકાનદારે ભગાડી મુક્યો..જુઓ Video
સાધુઓને યુવકોએ સરાજાહેર ઢોર માર માર્યો
તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બે યુવકો સાધુઓને માર મારી રહ્યા છે. તે ઉપરાંત ત્યારે એક મહિલા આ બંને યુવકોને સાધુઓને માર મારવાથી અટકાવી રહી છે. તેમ છતા આ યુવકો બંને સાધુઓને વારંવાર ચપ્પલ અને થપ્પડનો માર મારી રહ્યા છે. જોકે આ ઘટના ત્યારે ઘટી હતી, જ્યારે યુવકો તેની બહેન સાથે ગુપ્તારઘાટ નજીક ફરી રહ્યા હતા. ત્યારે યુવકોને માલૂમ પડ્યું હતું કે, તેમની બહેન સાથે આ સાધુઓએ છેડતી કરી હતી.
પોલીસ અનુસાર આ ઘટના ગેરસમજને કારણે થઈ
જોકે મહિલાએ યુવકોને સાધુઓને માર મારતાના સમયે યુવકોનો વિરોધ કર્યો હતો. જોકે સાધુઓએ પણ યુવકોને માર મારનો પ્રયાલ કર્યો હતો. પરંતુ યુવકોનો હિંમત આગળ આ સાધુઓ કંઈ ખાસ કરી શક્યા ન હતા. તો વીડિયોમાં યુવકો કહી રહ્યા છે કે, સાધુ બનીને યુવતીઓની છેડતી કરો છો. જોકે આ ઘટનાની અંગ સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસે કેસ દાખલ કરીને તમામ બંને સાધુઓ અને યુવકોને પોલીસ કસ્ટડીમાં લીધા છે. જોકે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગેરસમજને કારણે થઈ હતી.
આ પણ વાંચો: કરવા ચોથ પર Mia Khalifa માટે ઉપવાસ! Video Viral