ચૂંટણી ટાણે Maharashtra Politicsમાં ગરમાવો, આ નેતા જોડાયા NCP માં
- બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી આજે NCP અજીત જૂથમાં જોડાયા
- એનસીપીએ બાંદ્રા ઈસ્ટ સીટ પરથી જીશાન સિદ્દીકીને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા
- અજિત પવાર અને સુનિત તટકરેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું
Maharashtra Politics : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics)માં ગરમાવો આવે તેવા સમાચાર આવી રહ્યા છે. સમાચાર મુજબ બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી આજે NCP અજીત જૂથમાં જોડાયા છે. એનસીપીએ બાંદ્રા ઈસ્ટ સીટ પરથી જીશાન સિદ્દીકીને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. જીશાને એનસીપીના વડા અજિત પવાર અને સુનિત તટકરેની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે તેમને વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા
જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP ચીફ અજિત પવારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. ખાસ વાત એ છે કે જીશાને આ પગલું તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસો બાદ ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.
આ પણ વાંચો---Maharashtra: ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે?
ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા સામે વાંદ્રે ઈસ્ટથી ચૂંટણી લડી શકે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવી શક્યતાઓ છે કે જીશાન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા સામે વાંદ્રે ઈસ્ટથી ચૂંટણી લડી શકે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
MVA પર ગુસ્સો
મહારાષ્ટ્રની બાંદ્રા પૂર્વ બેઠકના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમના મતવિસ્તારમાં ઉમેદવારો ઉભા કરવાના શિવસેના (UBT)ના નિર્ણયની ટીકા કરી છે અને કહ્યું છે કે સાથે રહેવાનું તેમના સ્વભાવમાં ક્યારેય નહોતું. તેમણે 'X' પર લખ્યું, 'સાંભળ્યું, જૂના મિત્રોએ બાંદ્રા પૂર્વથી તેમના ઉમેદવાર જાહેર કર્યા છે. સાથે રહેવું તેમના સ્વભાવમાં ક્યારેય નહોતું. જે લોકો તમારો આદર કરે છે તેમની સાથે જ સંબંધ રાખો.'
બાબા સિદ્દીકી પણ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા
ધારાસભ્ય જીશાનને ઓગસ્ટમાં વિધાન પરિષદની ચૂંટણીમાં 'ક્રોસ વોટિંગ' માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા બાબા સિદ્દીકી પણ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા.
આ પણ વાંચો---Maharashtra : 'બટેંગે તો કટંગે', CM યોગી આદિત્યનાથના પોસ્ટર વાયરલ... Video