MNREGA Scheme Scam : 'હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થાય છે' : બચુભાઇ ખાબડ
- કેબિનેટ બેઠકમાં ગેરહાજરી બાબતે બચુ ખાબડનો ખુલાસો (MNREGA Scheme Scam)
- વડાપ્રધાનના આગમનની તૈયારી માટે કેબિનેટમાં નથી ગયો : બચુભાઇ ખાબડ
- "વડાપ્રધાનના કાર્યક્રમ માટેની બેઠકોનો દોર ચાલે છે"
- કાર્યક્રમની વ્યસ્તતાના કારણે વિધાનસભા વિસ્તારમાં છું : બચુભાઇ ખાબડ
- "હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થાય છે"
દાહોદ જિલ્લાનાં (Dahod) ધાનપુર અને દેવગઢ બારીઆમાં મનરેગા યોજનાની ગેરરીતિ (MNREGA Scheme Scam) મામલે મંત્રી બચુભાઇ ખાબડનાં બે પુત્ર બળવંત ખાબડ (Balvant Khabad) અને કિરણ ખાબડની (Kiran Khabad) ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ મામલે મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા મૌન ધારણ કરી લેતા અનેક સવાલ ઊભા થયા હતા. જો કે, વિવાદ વધતા બચુભાઇ ખાબડે મૌન તોડ્યું હતું અને હવે તેઓ દાહોદમાં PM મોદીનાં પ્રવાસને લઇ તૈયારીઓમાં જોડાયા છે. દરમિયાન, તેમણે કેબિનેટ મિટિંગમાં ગેરહાજરીને લઈ મોટો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો - Gujarat MGNREGA scam : કોંગ્રેસને રાજીનામું લેવું હોય તો રૂબરૂ આવે : મંત્રી બચુ ખાબડ
Dahod MANREGA Scam : બારીયાના બજારમાં ઉભેલા મંત્રી Bachu Khabad ને Congress જ કેમ દેખાઈ? @bachubhaikhabad @BJP4Gujarat @INCGujarat #manregayojanascam #bachukhabad #balvantkhabad #dahod #gujaratfirst pic.twitter.com/fSkwGyB10v
— Gujarat First (@GujaratFirst) May 21, 2025
વડાપ્રધાનના આગમનની તૈયારી માટે કેબિનેટમાં નથી ગયો : બચુભાઇ ખાબડ
જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 26 અને 27 મેનાં રોજ ગાંધીનગર, કચ્છ અને દાહોદ એમ ત્રણ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આથી, પીએમ મોદીનાં પ્રવાસને લઇ મંત્રી બચુભાઇ ખાબડ (Bachubhai Khabad) તૈયારીઓમાં લાગ્યા છે. જો કે, મનરેગા યોજનામાં કરોડોનાં કૌભાંડમાં બંને દીકરાઓની ધરપકડ અને કેબિનેટ મિટિંગમાં ગેરહાજરી મામલે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, 'વડાપ્રધાનનાં આગમનની તૈયારી માટે કેબિનેટ બેઠકમાં ગયો નહોતો. કાર્યક્રમની વ્યસ્તતાનાં કારણે વિધાનસભા વિસ્તારમાં છું.'
આ પણ વાંચો - Gondal : પિયુષ રાદડિયા બાદ વકીલ દિનેશ પાતરની પણ તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
'હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થાય છે'
ઉપરાંત, મંત્રી બચુભાઇ ખાબડે (Bachubhai Khabad) એમ પણ કહ્યું કે, 'હું કોઈ ભાગેડું નથી, મારા પર ખોટા આક્ષેપો થાય છે.' જણાવી દઈએ કે, મનરેગા કૌભાંડમાં (MNREGA Scheme Scam) મંત્રીપુત્રો સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય એજન્સીઓના સંચાલકો એમ કુલ 14 લોકોની ધરપકડ કરી હતી. 71 કરોડ રૂપિયાની ગેરરીતિની દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે (Dahod Police Station) ફરિયાદ નોધાવવામાં આવી હતી, જેમાં 35 એજન્સીનાં નામ સામેલ છે. તેમાંથી બે એજન્સી મંત્રી બચુભાઈ ખાબડ (Minister Bachubhai Khabad) ના બે પુત્રોના નામે આવેલી છે.
આ પણ વાંચો - Dahod : 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનારા નરાધમને આકરી સજા