Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan શહેરના જુદા જુદા વિસ્તારમાં બિસ્માર માર્ગ, રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

પાટણ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ગટરનું કામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરતા રોડ બિસ્માર બન્યો છે. જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
patan શહેરના જુદા જુદા વિસ્તારમાં બિસ્માર માર્ગ  રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
Advertisement
  • પાટણમાં ખાડા નહીં પરંતુ ખાડામાં પાટણ શહેર!
  • પાટણ શહેરના જુદા જુદા વિસ્તારમાં બિસ્માર માર્ગ
  • ગટરનું કામ કર્યા બાદ યોગ્ય રીતે નથી કરાયું પુરાણ
  • અનેકવાર સ્થાનિકો તેમજ વેપારીઓએ કરી રજૂઆત

પાટણ શહેર ના વિવિઘ વિસ્તારો મા પાટણ પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર તેમજ પાણીની પાઇપ લાઈટ ની નવીન લાઈન અને જીઓ ફાયબર ની અન્ડર ગ્રાઉન્ડ લાઈનો નાખ્યા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ કર્યા વિના અનેક વિસ્તારમા યથા સ્થિતિએ મૂકી દેતા અને રોડ નું નવીની કરણ ન કરવામાં આવતા બિસ્માર માર્ગ ને લઇ લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જે અંગે અનેકવાર સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા રજૂઆતો પાલિકા માં કરવા છતાં નઘરોલ પાલિકાના પેટનું પાણી હલતું નથી અને રોડ પર મસ મોટો ખાડાઓની હરમાળા જોવા મળી રહી છે. ચોમાસુ માથે છે અને વરસાદ વરસે તો આ ખોદેલ ખાડાઓ મા ભુવા પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે પાટણમાં ખાડા નહીં પરંતુ ખાડામાં પાટણ શહેર જોવા મળી રહ્યું છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે.

પાટણ નગર પાલિકાના અણધડ વહીવટને લઇ શહેરીજનોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં પાલિકા દ્વારા અન્ડર ગ્રાઉન્ડ પાણી તેમજ ભૂગર્ભ ગટર ની કામગીરી અને જીઓ ફાઈબરની લાઈનો નાખવા માટે શહેરના બગવાડા દરવાજા, સુભાષચોક વિસ્તાર પારેવા સર્કલ, મીરા દરવાજા સહિતના મોટા ભાગના જાહેર માર્ગો પાલિકા દ્વારા ખોદયા બાદ યોગ્ય રીતે પુરાણ ન કરતા હવે પ્રજાને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. તો કેટલાક વિસ્તારમા મસ મોટા ખાડાઓ ખોદેલા પડ્યા છે. ત્યારે સ્થાનિક લોકોની અનેક રજૂઆતો છતાં પાલિકા દ્વારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી તો અમુક વિસ્તારમાં રોડ નીચે જમીનમાં કેબલની કામગીરી દરમ્યાન ભૂગર્ભ ગટર તૂટતાં રોડ પર મસ મોટો ભુવા પડવા પામ્યો છે. જેને લઇ આ માર્ગની હાલત બિસ્માર બની જવા પામી છે. જેથી આ માર્ગ પરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ખોદેલ ખાડામાં વાહનો ફસાવાની પણ સમસ્યાઓ બની રહી છે. સાથે સામે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો વરસાદ થાય તો મોટી જાનહાની થવાનો પણ ભય રહેવા પામ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે રોડનું રીપેરીંગ કામ કરાવવા લોકો માંગ કરી રહ્યા છે.

Advertisement

પાટણ શહેરમાં પાલિકા દ્વારા અન્ડર ગ્રાઉન્ડ પાણી તેમજ ભૂગર્બ ગરમા માટે ખોદેલા માર્ગો બિસ્માર પડી રહેતા માર્ગને લઈને પડતી હાલાકી મામલે સ્થાનિકો તેમજ વેપારીઓને પૂછતાં તેમને જણાવ્યું હતું કે શહેરમાં ઠેર ઠેર જમીનમાં કેબલ વાયરિંગની કામગીરી બેરોકટોક ચાલી રહી છે. સાથે ભૂગર્ભ પાણીની લાઈનો અને ભૂગર્ભ ગટર માટે બે મહિના પહેલા ખોદેલ ખાડાઓનુ યોગ્ય પુરાણ ન કરતા આ માર્ગ પરથી પસાર થવામાં હાલાકી ભોગવી પડી રહી છે. સાથે ઘણા રોજગાર પણ માઠી અસર જોવા મળી રહી છે. સામે ચોમાસુ છે ત્યારે વરસાદમાં આ માર્ગો પણ પાણી ભરાઈ રહેતા વાહનોની અવર જ્વર કરવામાં પણ ભારે હાલાકી પડે છે. તો અનેકવાર આ માર્ગો પણ મોટા વાહનો પણ ફસાય છે. સાથે નાના વાહનો પરથી લોકો પડી પણ જાય છે. જેથી વાહનો તેમજ શરીરને પણ તકલીફ થાય છે. ત્યારે પાલિકાના અણધડ વહીવટને લઇ ઠેર ઠેર સમસ્યા ઉભી થઈ રહી છે અને મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે પાલિકા જાગે અને આ ખોદેલ માર્ગો રીપેર કરે તેવી માગ કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Sabarkantha : બાજરીની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, 1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન

પાટણ પાલિકાના અણઘટ વહીવટ પર પાલિકાના ચીફ ઓફિસરને પુછતા તેમને જણાવ્યું હતું કે પાટણ પાલિકા દ્વારા શહેરમાં મોટાભાગના જાહેર માર્ગો પર જીયુડીસી દ્વારા પાણીની લાઈનો તેમજ ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટ માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જેવી ભૂગર્ભ ગટરોની કામગીરી પૂર્ણ થશે તરત જ જીયુડીસીના અઘીકારીઓને સૂચના આપી આ ખાડાઓનું પુરાણ કરવા સૂચના આપવામાં આવશે. પરંતુ સવાલએ થાય છે કે ચોમાસુ માથે છે અને પાલિકાની કામગીરી હજુ પૂર્ણ નથી થઈ ત્યારે વરસાદ પડતા કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહશે??? પરંતુ હાલતો પાટણ શહેરની પ્રજા હાલાકી ભોગવી રહી છે અને કોઈ નુકસાન થાય તે પૂર્વે પાલિકા જાગે અને આ માર્ગો યોગ્ય કરે તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Gandhinagar : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તમામ મૃતકોની પ્રાર્થના સભા યોજાઈ

Tags :
Advertisement

.

×