ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Badaun Murder Case: હત્યામાં સંડોવાયેલા બીજા ‘જલ્લાદ’ની પણ ધરપકડ, વીડિયો વાયરલ

Badaun Murder Case: ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લામાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકાની હત્યા નથી હતી. આ બાળકાની હત્યાના કેસમાં બે આરોપીઓ સામેલ હતાં. જેમાંથી એક આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા આરોપી જાવેદની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં...
03:08 PM Mar 21, 2024 IST | VIMAL PRAJAPATI
Badaun Murder Case: ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લામાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકાની હત્યા નથી હતી. આ બાળકાની હત્યાના કેસમાં બે આરોપીઓ સામેલ હતાં. જેમાંથી એક આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા આરોપી જાવેદની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં...
Badaun Murder case

Badaun Murder Case: ઉત્તર પ્રદેશના બદાયૂ જિલ્લામાં સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકાની હત્યા નથી હતી. આ બાળકાની હત્યાના કેસમાં બે આરોપીઓ સામેલ હતાં. જેમાંથી એક આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા આરોપી જાવેદની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે જાવેદની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આરોપી જાવેદ પર 25,000 રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. પોલીસે બદાયૂમાં બે બાળકોની હત્યામાં સામેલ મૃતક સાજિદના ભાઈ જાવેદની મોડી રાત્રે બરેલીથી ધરપકડ કરી હતી. ઘટના બાદ આરોપી જાવેદ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને દિલ્હી ભાગી ગયો હતો. મોડી રાત્રે સ્થાનિક લોકોએ તેને બરેલીના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પર પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

આરોપી જાવેદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જાવેદનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડથી વાયરલ થઈ રહ્યો હતો. આ મામલે એસએસપી પ્રિયદર્શીએ નિવેદન જારી કરીને કહ્યું કે, ‘જાવેદે બરેલીના બારાદરી પોલીસ સ્ટેશન વિસ્તારની સેટેલાઇટ પોસ્ટ પર આત્મસમર્પણ કર્યું હતું. આ પછી અમને માહિતી મળી અને પછી બદાયૂ પોલીસની ટીમ તેને લઈ આવી હતી.’ મળતી વિગતો પ્રમાણે આરોપી જાવેદ દિલ્હીથી આવીને બરેલીમાં આત્મસમર્પણ કરવાની યોજના બનાવી રહ્યો હતો. વાયરલ વીડિયોમાં જાવેદને કહેતા સાંભળી શકાય છે કે, ‘હું સીધો દિલ્હી દોડ્યો અને હું સરેન્ડર કરવા સીધો બરેલી આવ્યો છું. મોટા ભાઈએ કર્યું હતું, મેં કંઈ કર્યું નથી. મારે હાથ નથી. ભાઈ, તેને પોલીસના હવાલે કરો.’ વાયરલ વીડિયોમાં લોકો જાવેદનું પર્સ કાઢીને તેનું આધાર કાર્ડ ચેક કરી રહ્યા છે.

રિપોર્ટમાં થયો હતો મોટો ખુલાસો

પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાત કરવામાં આવે તો, સાજિદે પહેલા બાળકોનું ગળું કાપ્યુ હતું અને ત્યાર બાદ છાતી, પીઠ, હાથ અને પગ પર ઘા કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે આયુષના શરીર પર 14 અને અહાનના શરીર પર 9 ઘા જોવા મળ્યા હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, આયુષ અને અહાનના મૃતદેહ પર અનેક તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Badaun Murder : એક, બે કે ત્રણ નહીં કર્યા હતા 23 ઘા, Post Mortem Report માં સામે આવી ક્રૂરતા
આ પણ વાંચો: Badaun double murder case : આરોપી સાજિદના એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ થશે, DM નો આદેશ…
આ પણ વાંચો: UP : ઘોર કળિયુગ! ભાભી સાથે ઝઘડો થતા ફોઈએ 2 માસૂમ બાળકોને આપ્યું દર્દનાક મોત…
Tags :
baby murder caseBadaun murderBadaun Murder casechild murder caseJaved Viral videomurder caseMurder newsnational newsUttar PradeshVimal Prajapati
Next Article