Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bagdana હુમલો : સેવક નવનીત બાલધિયા પર હુમલા મામલે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન

Bagdana : ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં આશ્રમના સેવક અને સામાજિક આગેવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી ઘટનાને લઈને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગંભીરતા દાખવી છે અને પીડિતને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.
bagdana હુમલો   સેવક નવનીત બાલધિયા પર હુમલા મામલે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
Advertisement
  • Bagdana : અસામાજિક તત્વોની કોઈ જ્ઞાતિ હોતી નથી": બગદાણાની ઘટના પર મંત્રી કુંવરજી બાવળિયાનો હુંકાર
  • બગદાણા વિવાદ: આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી, CCTV અને કોલ ડિટેઈલ્સની તપાસ તેજ
  • નવનીત બાલધિયા મારપીટ કેસ: ન્યાય માટે મેદાને આવ્યા કુંવરજી બાવળિયા, જાણો શું કહ્યું?
  • બગદાણા ઘટનાના પડઘા: ગુનેગારોને છોડવામાં નહીં આવે, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા

Bagdana : ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં આશ્રમના સેવક અને સામાજિક આગેવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ચકચારી ઘટનાને લઈને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગંભીરતા દાખવી છે અને પીડિતને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

Bagdana : કુંવરજી બાવળિયાનું મહત્વનું નિવેદન

મંત્રી કુંવરજી બાવળિયાએ હોસ્પિટલની મુલાકાત લઈને નવનીત બાલધિયાના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અસામાજિક તત્વોની કોઈ નાત કે જાત હોતી નથી. ગુનો કરનાર વ્યક્તિ માત્ર ગુનેગાર જ હોય છે." તેમણે સમાજમાં શાંતિ જળવાઈ રહે અને ન્યાયી તપાસ થાય તે માટે સરકારના મક્કમ વલણનો નિર્દેશ કર્યો હતો.

Advertisement

ધારાસભ્ય કે.સી. રાઠોડ પણ પહોંચ્યા મુલાકાતે

ઘટનાની ગંભીરતાને જોતા કોળી સમાજના દિગ્ગજ ધારાસભ્યો હોસ્પિટલ પહોંચી રહ્યા છે. ધારાસભ્ય કે.સી. રાઠોડ, ભગવાનભાઈ અને સાણંદના ધારાસભ્ય કનુભાઈ મકવાણાએ નવનીતભાઈ સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુલાકાત બાદ ધારાસભ્ય કે.સી. રાઠોડે જણાવ્યું હતું કે, આ ઘટનાથી સમગ્ર કોળી સમાજ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે. તેમણે ખાતરી આપી હતી કે સમાજના તમામ ધારાસભ્યો આ મુદ્દે સાથે છે.

Advertisement

તપાસનો ધમધમાટ : CCTV અને કોલ ડિટેઈલ્સ

મંત્રી કુવરજી બાવળીયાએ કહ્યું કે, બગદાણા પોલીસ આ કેસમાં ટેકનિકલ પુરાવાઓ પર વધુ ભાર મૂક્યો છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલાખોરોની હિલચાલ અને હુમલાના કાવતરાને સ્પષ્ટ રીતે સમજી શકાય. વધુમાં તેમણે કહ્યું કે, આરોપીઓ ઘટના સમયે કોના સંપર્કમાં હતા તે જાણવા માટે તેમની કોલ ડિટેઈલ્સ પણ કાઢવામાં આવી રહી છે.

પોલીસની કડક કાર્યવાહી

પોલીસે અત્યાર સુધીમાં આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ સીનનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. મંત્રીએ ખાતરી આપી છે કે કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં અને આરોપીઓ સામે બીએનએસ (BNS) એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો- નવનીત બાલધિયા Exclusive Interview : નવનીતભાઈનો વધુ એક મોટો ખુલાસો, તો હું માફી માંગી લઉં !

Tags :
Advertisement

.

×