Bagdana Gurupurnima 2026 : બગદાણામાં ગુરુપૂર્ણિમાનો મહાપર્વ, બાપા સીતારામના જયનાદ સાથે લાખો ભક્તો ઉમટ્યા
Bagdana Gurupurnima 2026 : ભક્તિ અને શ્રદ્ધાના પવિત્ર કેન્દ્ર સમાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ખાતે આવેલ પવિત્ર ગુરુ આશ્રમમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારે ઉત્સાહ અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના આ અવસરે વહેલી સવારથી જ બગદાણા આશ્રમ પરિસર 'બાપા સીતારામ' ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત તેમજ દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં બાપા સીતારામના ભક્તો ગુરુ પૂજન માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર આશ્રમ પરિસરમાં ભક્તોનું માનવસાગર જોવા મળ્યું હતું.
Advertisement
Bagdana Gurupurnima 2026 : ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ગુરુ પૂજન, ધ્વજારોહણ અને મહાઆરતી જેવા ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન થયા હતા.

