Gandhinagar: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે, વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ કરાવાશે
- પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય
- રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે
- દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિ કરાવાશે
રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે ભણવાની સાથે સાથે તેઓને અઠવાડિયાના એક દિવસ વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવશે.
પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અમલી થશે. દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ કરાવાશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓએ કરવાની થતી પ્રવૃતિ અને ડ્રીલ અંગે વિસ્તૃત પરિપત્ર કરાયો છે.
આ પણ વાંચોઃ Gandhinagar: નભોઈ કેનાલમાં કાર પડી જતા અમદાવાદની એક યુવતિ સહિત બે યુવકોના મોત
વિવિધ પ્રવૃત્તિઓ વિગતો સાથે પરિપત્ર કરાયો
તેમજ શારિરીક કસરતો, યોગ, બાલસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ વિવિધ પ્રવૃતિઓ વિગતો સાથે પરિપત્ર કરાયો છે. તેમજ એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃતિઓ પર સ્પષ્ટતા થશે. જુલાઈ માસથી જ શનિવારે બેગલેસ-ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા સૂચના આપી છે.
આ પણ વાંચોઃ Jamnagar : છ સોસાયટીને જોડતો રોડ રીપેર કરવા રહીશોની માંગ